કચ્છમાં માત્ર એક માસમાં અધધધ… ૫૮૪ પોઝિટિવ કેસ

Contact News Publisher

રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના નવા વિક્રમ રચવા ભણી ડગ માંડી રહ્યો છે ત્યારે વિતેલા એક માસ દરમ્યાન જિલ્લામાં કોરોનાના 584 કેસ નોંધાયા છે. 584 પૈકી 230 કેસ તો એકલા ભુજ શહેર-તાલુકામાં નોંધાયા છે, જે કુલ કેસના 39 ટકા થવા જાય છે એટલે કે જિલ્લા મથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારને કોરોનાએ બરાબરના ભરડામાં લીધું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. જિલ્લામાં સક્રિય કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યો હોય તેમ એક માસ પહેલાં સક્રિય કેસ 104 હતા જે આજે વધીને 280 પર પહોંચી ગયા છે.

એક માસના ગાળા દરમ્યાન સક્રિય કેસમાં 170 ટકાનો વધારો થયો છે. 14મી ફેબ્રુઆરી બાદથી સક્રિય કેસમાં સતત વધારાની સ્થિતિ જોવા મળી રહી હોય તેમ 14મી ફેબ્રુઆરીના સક્રિય કેસ ઘટીને માત્ર 37 થઇ ગયા હતા જે સાડા છ ગણા વધીને 300ની નજીક પહોંચ્યા છે. આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી અનુસાર પોણા બે માસના ગાળામાં એક્ટિવ કેસમાં જોવા મળેલો આ વધારો ચોક્કસથી ચોંકાવનારો છે. સક્રિય કેસમાં તોતિંગ વધારાની અસર રિકવરી રેટ પર પડી હોય તેમ આ સમયગાળામાં દર્દીઓના સાજા થવાના દરમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. એપ્રિલના આરંભથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધવાના શરૂ થયા છે. હજુ જો આ સ્થિતિ જળવાયેલી રહી તો સત્તાવાર આંકડાની દૃષ્ટિએ પણ સ્થિતિ વર્તમાન કરતાંય વધુ વણસી શકે તેવી શક્યતાઓને જરા સરખીય નકારી શકાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *