માતાના મઢ આશાપુરા મંદિરે 13મીથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

Contact News Publisher

કચ્છના માતાના મઢ આશાપૂરા માતાજીના મંદિરે તા.13મી ચેત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. તા.19ના રોજ હોમાત્મક ક્રિયા થશે. આ વખતે કોરોનાના રોગચાળાને ધ્યાને લઈ માસ્ક પહેરવા તથા સામાજીક અંતર જાળવવા સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

માતાના મઢમાં આશાપૂરાનું ભવ્ય મંદિરે ચૈત્રી નવરાત્રી તા.13 મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશશે તા.12 ને સોમવાર રાત્રે 8 કલાકે ઘટ સ્થાપન થશે તા.19ને સોમવારે ચૈત્રી સુદ 7 ભવ્ય હોમાદિક ક્રિયારાત્રે 8.25 કલાકે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષ સ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પૂજાવિધિ કરશે. ગોરમહારાજ દેવપ્રસાદ મુળશંકર જોષી હવનની વિધિ કરાવશે તા.19ને સોમવારે રાત્રે 12.30 કલાકે બિડુ હોમાશે. આ સમયે રાજવી પરિવાર માઈભકતો, આમંત્રીત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મૃતિ શ્ર્લોક મંત્ર દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફૂલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે રાત્રે 12.30 કલાકે બિહુ હોમાશે.

માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ દર્શનાર્થે ભાવિકોએ સરકારનાનિયમોનુય ચુસ્ત પાલન કરવાનું રહેશે ગજુભા ચૌહાણ ભૂવા તરીકે સેવા આપે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા રહેવા ચા, વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

11 thoughts on “માતાના મઢ આશાપુરા મંદિરે 13મીથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

  1. Pingback: Seven Pod
  2. Pingback: websites
  3. Pingback: content
  4. Pingback: aksara178
  5. Pingback: Devops consultancy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *