ભુજ તાલુકાના 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે હવામાંથી શુદ્ધ ઓક્સિજન ખેંચતા મશીન ખરીદાશે

Contact News Publisher

ભુજ તાલુકા પંચાયતે કોરોનાકાળમાં ઉપયોગી યોગદાન આપવાના હેતુથી સ્વભંડોળમાંથી તાલુકાના 11 પ્રાથમિક અારોગ્ય કેન્દ્રોને એક એક ઑક્સીજન કોન્સ્ટ્રેટર પૂરા પાડવાનો નિર્ણય લીધો છે, જેથી દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાંથી હોસ્પિટલમાંથી ખસેડતી વખતે ઉપયોગી સિદ્ધ થશે. ભુજ તાલુકા પંચાયતના પ્રમુખએ જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીથી લોકો પીડાઈ રહ્યા છે. સારવારમાં ઉપયોગી સરસાધનોની પણ કમી વર્તાઈ રહી છે, જેમાં ઓક્સિજનની પણ જરૂર પડતી હોય છે.

જેના ઉપાય રૂપે તાલુકા આરોગ્ય અધિકારી ડો. પરમારે સૂજાવ આપ્યો હતો કે, ભુજ તાલુકાના 11 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એક એક ઓક્સિજન કોન્સ્ટ્રેટર પૂરા પાડવામાં આવે તો ખૂબ જ ઉપયોગી સિદ્ધ થાય એમ છે, જેથી પ્રમુખ મંજુલાબેન હરીશ ભંડેરી, ઉપપ્રમુખ ડાયાભાઈ ગોપાલ આહિર ઉપરાંત અન્ય પદાધિકારીઓએ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડને એ માટે રકમ ફાળવવા કહ્યું હતું. અધિકારીઓ અને પદાધિકારીઓએ માટે નિર્ણય લેવા બેઠક યોજી હતી, જેમાં સ્વભંડોળમાંથી આરોગ્ય ક્ષેત્રે 12 લાખ 50 હજારની રકમની જોગવાઈ કરાઈ હોઈ એમાંથી ખર્ચ કરવા નક્કી કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *