મહામારીની મજબૂરીમાં કચ્છીમાડુઓ પાસેથી થતી ઉઘાડી લૂંટ

Contact News Publisher

સમગ્ર રાજ્ય સાથે કોરોના મહામારીએ કચ્છમાં પણ રીતસરનો ભરડો જમાવ્યો છે ત્યારે અનેક સામાજિક અને સ્વૈછિક સંસ્થાઓ આગળ આવી સંક્રમિત વ્યક્તિ તેમજ તેના કુટુંબીજનોને દરેક રીતે મદદ માટે આગળ આવી રહી છે, તો તેવા જ સમયે અનેક તકસાધુઓ આ મહામારી દરમ્યાન લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી આ સમયે પૈસા બનવાની તક સમજી અતિ જરૂરી એવા આરોગ્યલક્ષી સાધનોના બે થી ત્રણ ઘણા ભાવ લઈ રીતસરની લૂંટ ચલાવી રહ્યા હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે.

આ બાબતે વધુ મળતી વિગતો મુજબ ભજ શહેરના અમુક મેડિકલ સ્ટોર ધરાવતા ધંધાર્થીઓ લોકોની મજબૂરી તેમજ દવા, સાધનોની વર્તાઇ રહેલી અછતનો લાભ ઉઠાવી ૯૦૦ રૂપિયાની કિમતનું ઓક્સિજન ચેક કરવાનું સાધન ૨૦૦૦ તેમજ ઓક્સિજન પર નું જે ફ્લો મીટર જેની કિમત રૂ. ૧૧૦૦ છે તેના ૪૦૦૦ પડાવાઇ રહ્યા છે, તો બીજી બાજુ ભુજ શહેરમાં તેવા પણ મેડિકલ સ્ટોરના સંચાલકો છે જેમને આ સમયે માનવતાનો અભિગમ દાખવતાં નિયત ભાવથી જ આ તમામ સાધનોનું વેંચાણ છે, કચ્છમાં આવી પડેલા કોરોનાના આ કહેર સમયે દવા, સાધનોના વિક્રેતાઓ આ અવસરમાં સેવાની ભાવના દર્શાવી માનવતાનો અભિગમ દાખવે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *