કચ્છના કોમી એકતાના પ્રતીક એવા મુફ્તી એ આઝમ સૈયદ હાજી અહમદશા બાવાસાહેબની ફાની દુનિયામાંથી અલવિદા

Contact News Publisher

કચ્છ અને કચ્છની હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક માનવતાના મસીહા અને કચ્છ મુસ્લિમ સમાજ સહિત સર્વે સમાજના આદર પાત્ર કચ્છ મુસ્લિમ સમાજમાં દીની અને દુન્યવી નેક કાર્યો માટે હમેશા જેમનો માર્ગદર્શન અને દુઆઓ મુસ્લિમ સમાજને મળતો એવા કચ્છની ધરતીની મહાન સક્ષિયત સમગ્ર માનવ જાતને હમેશા પ્રેમ અમન અને એકતાનો પયગામ હમેશા આપનાર સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબ આજે આ ફાની દુનિયામાંથી પરદો કરી ગયા છે.

મુસ્લિમ સમાજના કુરીવાજો અને શિક્ષણ માટે તેઓએ જીવન સમર્પિત કરી નાંખ્યુ 97 વર્ષની ઉંમરે નાદુરસ્ત તબીયત બાદ રમઝાનના પ્રવિત્ર મહિનામાં તેમનુ નિધન થયુ છે હજુ 10 દિવસ પહેલાજ તેમના પુત્રનુ ઇન્તેકાલ થયુ હતુ અને આજે મુફ્તીએ કચ્છના નામે જેમને નવાજવામાં આવે છે. કચ્છના હિન્દુ સમાજમાં પણ શોક સાથે દુખની લાગણી ફેલાઈ છે.

1963 માં તેઓ માંડવી આવ્યા હતા અને ત્યાર બાદ ત્યાજ વસવાટ કરતા હતા તેમના પરિવારમાં 5 પુત્રો છે કચ્છનો મુસ્લિમ સમાજ હમેંશા તેમના આદેશોનુ પાલન કરતો કચ્છમા કોઇ કુદરતી આપતી હોય કે પછી કચ્છની કોમી એકતાને ડહોળવાનો પ્રયાસ હોય ત્યારે શાંતિના દૂત બની કરેલી અપીલ અને તેમના એક આદેશથી કચ્છમા હમેંશા શાંતિ સ્થપાઇ છે એવા નેક દિલ ઓલિયા સમા વ્યક્તિત્વની વિદાયથી મુસ્લિમ સમાજે એક રાહબર ગુમાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *