હેં – માઁ નો તે વળી કોઈ દિવસ હોતો હશે !

Contact News Publisher

આજે Mother’s Day ,

હેં… 

માઁ નો કોઈ દિવસ હોતો હશે !

જોકે પાછી 

માઁ કોઈ દિવસ બાળક માટે કોઈ તારીખ નથી ફાળવતી,

કેવી નિષ્ઠુર હોતી હશે નૈ માઁ,

અરે વર્ષમાં એક દિવસ તો ફાળવી દેવાય ને કે આજે ફલાણી તારીખે પુત્ર દિવસ કે પુત્રી દિવસ,

પણ માઁ ને ક્યાં એવો સમય મળે કે બાળક માટે કોઈ તારીખ ફાળવે – કેવી નિષ્ઠુર હોતી હશે નહીં માઁ !

 

Mother’s Day !

નક્કી આ ધોરીયાઓ (વિદેશીઓ)નાં ધંધા હશે,

અરે દોસ્ત માઁ નો વળી કોઈ દિવસ હોય!

પણ આ તો ફેશન , 

અને જો આપણે એવું કંઈ post ન કરીએ તો કેવા બાળકો નિષ્ઠુર હશે કાં – એવી વળી વાતો થશે,

એટલે કંઈક તો લખવું જ પડે.

મારો જન્મ 12 જાન્યુઆરી 1975 ,

માઁ (બા) 2007 નાં રામનવમીનાં બીજા દિવસે શરીર છોડ્યું, (બા નાં જવાની તારીખ હું યાદ નથી રાખતો – કેમકે કોઈ તારીખ માં બાંધવા નથી માંગતો બા ને – એ ગયા જ નથી – અને જે હો એની તારીખ ન હોય.)

હા , તો બા શરીર છોડ્યું એ પહેલાં જ્યાં સુધી એમનું શરીર કામ કરતું હતું ત્યાં સુધી એમણે એક દિવસ પણ રજા ન્હોતી રાખી રસોડામાં – અમારું ધ્યાન રાખવામાં,

તો હું કેમ એમને એકજ mother’s day નાં સીમિત કરી નાખું . બા માટે તો  24 x 365 એમ લખવું પડે .

મારો દીકરો ઋતુરાજસિંહ (જોકે પિતા એમને એમ જશ ખાટી લેતા હોય છે – આમ તો દીકરા કે દીકરીએ પોતાનાં નામ પાછળ પહેલાં માઁ નું નામ અને પછી પિતાનું નામ લખવું જોઈએ – હું કાયમ લખું ” જયમલસિંહ એ.બી. જાડેજા ” – ઘણાં પૂછે છે આ AB કેમ તો A એટલે મારાં બા અજુબા અને B એટલે બાપુ ભાણજીભા , આમ જયમલસિંહ અજુબા ભાણજીભા , એમ હું લખું છું ,)

હા , તો ઋતુરાજનો જન્મ 20 માર્ચ 2001 નાં – તો મને અને ઋતુને ખબર છે હેતલે તે દિવસ થી કરી આજ સુધી ઋતુ માટે કે મારા માટે કોઈ એક દિવસ ફાળવ્યો નથી, અને એણે અહીં મારા ઘરે આવ્યા પછી એકપણ રજા રાખી નથી, 

એ ઘણી વાર કહેતી હોય કે અમારાં લેડીઝ સિવાય તમારું કંઈ ન થાય ,

સાચી વાત છે રસોડું અને ઘર સંભાળવું આપણે એને ખૂબ નાનું કામ ઘણી લીધું છે, 

કોઈ પૂછે તો કહીએ એ તો હાઉસ વાઈફ છે !

સાચે જ આપણે સ્ત્રીની કદર કરી છે ?

સ્ત્રી એટલે શક્તિ ,

શક્તિ એટલે માઁ,

માઁ સ્ત્રી ,

બહેન સ્ત્રી,

પત્ની સ્ત્રી ,

દીકરી સ્ત્રી,

જિંદગી સ્ત્રી,

ખૂશી સ્ત્રી,

Smile સ્ત્રી,

અને મને ખ્યાલ છે ત્યાં સુધી સ્ત્રીનો કોઈ દિવસ ન હોય,

એ તો સતત હોય ,કાયમ હોય , ક્ષણે ક્ષણે હોય,

જતાં જતાં …

હાલ કોરોના મહામારી માં 24 x 7 (સવારે 6 થી રાત્રે 12 open )ઢાબા એટલે ઘરનું રસોડું,

ખાલી એકવાર આંખ બંધ કરીને વિચારો કે તમારાં ઘરનું સ્ત્રી પાત્ર એક દિવસ પણ રજામાં ચાલ્યું જાય તો પછી ખબર પડશે કે સ્ત્રીનો કોઈ દિવસ ન હોય, એતો ક્ષણે ક્ષણે હોય….

જો આપને આ વાત ગમી હોય તો આપનાં ગમતાં સુધી share કરશો…

 

જામ જયમલસિંહ એ.બી. જાડેજા

Maa News

Bhuj Kutch – Gujrat Bharat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News