સતત બદલાતા વાતાવરણથી કચ્છની કેસર કેરી થઈ બરબાદ, ખેડૂતોના કપાળે ચિંતાની કરચલી

Contact News Publisher

એક તરફ મૌસમનો માર બીજી તરફ રાસાયણીક ખાતરમાં થયેલા ભાવવધારા થી ખેડુતોને મુશ્કેલી છે ત્યારે ખેડુતો હવે વરસાદ ન પડે તેવી આશા સાથે સારા ઉત્પાદન પછી બજારમાં યોગ્ય ભાવની નજર રાખી રહ્યા છે. જો કે હાલ ધણા બધા વિસ્તારમાં પવન અને કરા સાથે પડેલા વરસાદથી કેરીના પાકને નુકશાન ગયુ છે.

કચ્છમાં સતત વાતાવરણમાં આવી રહેલા પલ્ટાની અસર કચ્છની કેસર કેરી પર પડી છે. કચ્છની કેરી બજારમાં જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવે છે. જો કે છેલ્લા 15 દિવસમાં 7 વાર કચ્છમાં વાતાવરણ પલ્ટયુ છે જેની કારણે અન્ય પાકો સાથે કેરી પણ અસર થઇ છે. ખાસ કરીને પવન અને કરા સાથે પડેલા વરસાદથી અંજાર,ભુજ અને નખત્રાણા અને ભચાઉ વિસ્તારમાં કેરીને નુકશાન ગયુ છે. તો એ એક તરફ કુદરતી મારથી જ્યા 25 ટકા માલ પડી ગયો છે ત્યા બીજી તરફ કોરોના મહામારી વચ્ચે કચ્છની કેરી બજારોમાં નહી પહોંચે તો ખેડુતોને પુરા ભાવ નહી મળે તેવી ચિંતા ખેડુતોને સતાવી રહી છે.

એક સપ્તાહમાં બીજી વખત સતત ઊંચા તાપમાન વચ્ચે દરિયા કાંઠે લો પ્રેશર સર્જાતા ભારે પવનો સાથે વરસેલા કમોસમી વરસાદથી કેરી અને ઘઉં ને નુકશાન થવાની દહેશત ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે.છેલ્લા 15 દિવસમાં 7 વાર કચ્છમાં વાતાવરણ પલ્ટયુ છે જેની કારણે અન્ય પાકો સાથે કેરી પણ અસર થઇ છે. ખાસ કરીને પવન અને કરા સાથે પડેલા વરસાદથી અંજાર,ભુજ અને નખત્રાણા અને ભચાઉ વિસ્તારમાં કેરીને નુકશાન ગયુ છે. તો એ એક તરફ કુદરતી મારથી જ્યા 25 ટકા માલ પડી ગયો છે ત્યા બીજી તરફ કોરોના મહામારી વચ્ચે કચ્છની કેરી બજારોમાં નહી પહોંચે તો ખેડુતોને પુરા ભાવ નહી મળે તેવી ચિંતા ખેડુતોને સતાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News