પ્રાણવાયુનો પર્યાય ઘણાતા કપૂરની કિમતમાં અચાનક ૬૦૦ રૂ. નો તોતિંગ ભાવ વધારો

Contact News Publisher

વૈશ્વિક મહામારીની બીજી લહેરએ સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ઘણા દર્દીઓનું ઓક્સીજન લેવલ ઓછું થઈ જતાં ઓક્સીજન લેવલ સમપ્રમાણ કરવા સાથે વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. ઉપરાંત બીજી લહેરની તીવ્રતા વધુ હોઈ પ્રારંભમાં ન ગણકારતા લોકો પણ હવે તકેદારી રાખતા થયા છે અને કામ સિવાય બહાર ન નીકળવું અને નીકળે તો ડબલ લેઅર માસ્ક પહેરી રહ્યા છે. સાથો સાથ રક્ષા પોટલીનો ઉપયોગ કરી કોરોનાથી બચવા કપુર, લવીંગ અને અજમાની બનેલી પોટલીના ઉપયોગ વાધતા કપુરની માંગ વધવા સાથે કિંમતમાં પણ વધારો થયો છે.

વધુ વિગતો મુજબ કપુર, લવીંગ અને અજમાની પોટલી વારંવાર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. એવી લોક ચર્ચા જોરશોથી છે અત્રે ઉલ્લેખનિય છે કોવીડની બીજી લહેરમાં સંક્રમિત થયેલાઓનું ઓક્સીજન લેવલ ઘટી જતું હોઈ લોકો આ પ્રકારના ઘરેલુ ઉપાય અજમાવતા હોઈ કપુરની માંગ વધી છે. આમ તો કપુરનો ઉપયોગ પુજા-સામગ્રીમાં મુખ્યત્વે વપરાય છે. પરંતુ કોરોનાનો કહેર વધતા છેલ્લા થોડા સમયથી ઘરેલુ ઓક્સીજન તરીકે ઓળખાતા કપુરનો ઉપયોગ રક્ષણ રૂપે કરી રહ્યા છે. હાલના સંજોગોમાં ડોકટર પણ આયુર્વેદિક ઉપચાર કરવા ઉપર ભાર મુકી રહ્યા છે. ત્યારે લોકોમાં પર્સમાં કે ખીસ્સામાં કપુરની રક્ષા પોટલી સાથે રાખી રહ્યા છે. આ કપુરની પોટલી બજારમાં ૪૦થી ૬૦ રૂ.માં વેચાણ થાય છે. ઉપરાંત કપુરની અગરબતી, કપુરદાનીની પણ ખરીદી વધી ગઈ છે. ત્રણ-ચાર જાતના કપુરમાંથી હાલમાં ભીમસેન કપુરની માંગ છે જો કે લોકો કિલ્લોના હિસાબે ખરીદવાના બદલે જનરલ સ્ટોરમાં મળતા નાના પેકેટજ ખરીદી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *