ભુજમાં પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડર કીટ સહિત ઓક્સિમિટરની અછત સર્જાતા દર્દીઓ બન્યા અસહાય

Contact News Publisher

કોરોના વાયરસે સમગ્ર દેશ સહિત કચ્છભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર જિલ્લાની હોસ્પિટલો દર્દીઓથી ખદબદી રહી છે અનેક દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂરિયાત હોવા છતાં પણ જગ્યા મળી રહી નથી ત્યારે અમુક દર્દીઓ કે જેમનું ઓક્સિજન સ્તર ઓછું થતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તેઓ ઘરે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી ઓક્સિજન મેળવી રહ્યા છે પરંતુ ભુજમાં ઓક્સિજન સિલિન્ડર સહિત પોર્ટેબલ ઓક્સિજન સિલેન્ડર કીટમાં આવતા વાલ્વ, રેગ્યુલેટર અને મેડિકલ ઓક્સિજનથી ભરેલા માસ્ક સહિત પ્લસ ઓક્સિમિટર અને નાસ લેવાના મશીનની અછત સર્જાતા દર્દીઓ તકલીફમાં મુકાય રહ્યા છે.

કોરોનાનો દર્દી જ્યારે ક્રિટિકલ સ્ટેજ પર હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તેને ઓક્સિજન સિલિન્ડરની મદદથી ઓક્સિજન આપવામાં આવે છે. SpO2 એટલે કે સ્ટેચ્યુરેટેડ પ્લસ ઓક્સિજનની ટકાવારી 94થી નીચે જાય ત્યારે તેની જરૂરીયાત વર્તાય છે તેમજ નાસ લેવાના મશીન દ્વારા લેવાતી વરાળ પણ દર્દીઓ માટે રાહતરૂપ રહેતી હોય છે પરંતુ ભુજના એકેય મેડિકલ સ્ટોર કે ડિસ્ટ્રીબ્યુટર પાસે ઉપરની તમામ મેડિકલ સામગ્રી સહિત ઓક્સિમિટર નથી. તેઓના જણાવ્યા મુજબ સંભવત કચ્છ આખામાં અછત વર્તાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *