ત્રણ દિવસ બાદ વેક્સિન માટે રજીસ્ટ્રેશન ચાલુ થતાની સાથે જ સ્લોટ થયા ફુલ્લ

Contact News Publisher

કચ્છમાં 18થી 44 વર્ષની ઉંમરના લોકો માટે 1લી મેથી મફત રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. પરંતુ, એક કેન્દ્ર ઉપર માત્ર 100થી 200 વ્યક્તિને 25-25ના સ્લોટમાં રસી અપાય છે અને એ માટે પણ ઓન લાઈન રજિસ્ટ્રેશન બાદ સ્લોટ પણ મેળવવાનું રહે છે. જે વિધિ માટે નવયુવકો પ્રયાસ કરે એ પહેલા તો ઓન લાઈન બૂકિંગ ફૂલ બતાવી દેવાય છે, જેથી યુવાનિયાઓએ જિલ્લા વિકાસ અધિકારીના સોશિયલ મિડીયાના એકાઉન્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં તાઉતે ચક્રાવાતને પગલે જિલ્લા વહીવટી તંત્ર તકેદારી રૂપે ખડે પગે ગોઠવાયેલું રખાયું હતું, જેથી 17, 18 અને 19 તારીખે રસીકરણ કાર્યક્રમ રદ કરી દેવાયો હતો. જે બાબતને કમનસીબ ગણાવતા જિલ્લા વિકાસ અધિકારીએ દિલગીરી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જેમણે રજિસ્ટ્રેશન કરાવી સ્લોટ પણ મેળવી લીધો હતો એને ફરીથી રજિસ્ટ્રેશન કરાવી નવેસર સ્લોટ મેળવવું પડશે. એના ઉપર પણ નવયુવકોએ નારાજગી વ્યક્તિ કરી હતી. જે બાદ 19મી મેની સાંજે 6 વાગે ઓન લાઈન રજિસ્ટ્રેશન ખૂલ્યું હતું.

18 + યુવાનો વેકિસનેશન લેવા માટે રિટર્ન 100 કિલોમીટર અંતર કાપવા તૈયાર.પણ બુકિંગ ન થઈ શકવાને કારણે યુવાનોમાં ધોર હતાશા . આજે , 20 મી માર્ચ થી 22 માર્ચ સુધીના ત્રણ દિવસો માટે ઓનલાઇન બુકિંગ માત્ર સાત થી આઠ મિનિટમાં જ બુકિંગ ફૂલ થઇ ગયું હતું. અબડાસા તાલુકાના લઠેડી, ચીયાસર , કાલર વાંઢ, રાયધણજર વગેરે તાલુકા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારો છે. જ્યાંથી તાલુકા મથકે આવવા-જવાનું 100 કિલોમીટર જેટલું અંતર થાય છે. 18 + વેકિસનેશન માટે અબડાસા તાલુકામાં એકમાત્ર નલિયા સેન્ટર છે.

1 thought on “ત્રણ દિવસ બાદ વેક્સિન માટે રજીસ્ટ્રેશન ચાલુ થતાની સાથે જ સ્લોટ થયા ફુલ્લ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *