કચ્છમાં 18+ના યુવાનોને કોરોના વેકસીન માટે રજિસ્ટ્રેશન કરવુ માથાના દુઃખાવા સમાન

Contact News Publisher

સરકાર અને આરોગ્ય તંત્ર કહે છે કે કોરોના વેકસીન લેવી ફરજીયાત છે.અને બીજી તરફ યુવાનોને વેક્સીન લેવી છે પણ લઈ શકતા નથી.૧૮+ વાળાને ફરજીયાત મોબાઈલ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન થાય તો જ યુવાનો કોરોના વેકસીન લઈ શકે છે એવું આયોજન સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.ઓનલાઈન રજિસ્ટ્રેશન છ વાગ્યે થાય છે અને આ રજિસ્ટ્રેશનની એપ ખુલતાની સાથે જ સેન્ટરો ફૂલ બતાવતા જોવા મળતા હોય છે.

આ વેકસીન માટે રજિસ્ટ્રેશન કરવા પોતાના મોબાઈલ લઈને સાડા પાંચ વાગ્યાથી બેસી જાય છે.રજિસ્ટ્રેશન ના થવાથી યુવાનો નારાજ થઈ જતા હોય છે અને થઈ જાય તો સો થી બસો કિલોમીટર કાપીને બીજા તાલુકામાં યુવાનોને વેકસીન લેવા જવું પડે છે. અને પોતાનું વાહન હોય તો ઠીક નહીંતર મોંઘાદાટ ભાડા ચૂકવીને વેકસીન લેવા જવાની ફરજ પડે છે.આનું નિરાકરણ સરકાર તથા આરોગ્ય તંત્ર દ્વારા કરવું જોઈએ જેથી કરીને ૧૮+ વાળાઓને રસી લેવામાં પડતી તકલીફ દૂર થઈ શકે.

શરૂઆતમાં સાઈઠ વર્ષના સિનિયર સીટીઝન તેમજ સરકારી કર્મચારીઓને ત્યારબાદ ૪૫+ વાળાઓને પી.એચ.સી. કે સી.એચ.સી. કેન્દ્રો તેમજ દરેક ગામડાઓમાં જી કેમ્પ જેવું આયોજન કરી લોકોને રસીકરણ કરવામાં આવતું હતું. એવી જ વ્યવસ્થા ૧૮+ વાળાઓ માટે પણ કરવી જોઈએ જેથી કરીને હાલાકી, સમય અને પૈસાનો બચાવ થઈ શકે.આમ સરકાર અને આરોગ્ય તંત્ર નિયમ પ્રમાણે રજિસ્ટ્રેશન કરેલું હશે જે જગ્યાએ તમારો નંબર લાગ્યો હશે એજ જગ્યાએ જ તમો વેકસીન લઈ શકશો એવું કહેવામાં આવે છે. હાલ જ સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીનો વેકસીન વાળો કિસ્સો ચગ્યો છે. હજુ પણ એવા બીજા કિસ્સા ઘણાઓ હશે જે ચગ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News