કચ્છમાં અત્યાર સુધી બન્ને મળીને ૫.૨૧ લાખ ડોઝ અપાઈ ગયા

Contact News Publisher

કચ્છમાં 12મી જૂન સુધી કુલ 5 લાખ 21 હજાર 305 ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાં હેલ્થ કેર વર્કર્સે 25,153 , ફ્રન્ટલાઈન વર્કર્સે 52,796, 60 વર્ષથી વધુ ઉંમરનાને 1,69,237, 45 વર્ષથી વધુ ઉંમરનાને 1,77,574, 18થી 44 વર્ષનાને 96, 548 ડોઝ અપાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લામાં કુલ 14 લાખ 98 હજાર, 666 વ્યક્તિને રસી આપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેમાંથી 26.05 ટકા એટલે કે, 3 લાખ 90 હજાર 417 વ્યક્તિએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બીજો ડોઝ 33.53 ટકા એટલે કે, 1 લાખ 30 હજાર 891 વ્યક્તિએ બીજો ડોઝ લઈ લીધો છે. આમ, કુલ 5 લાખ 21 હજાર 308 ડોઝ અપાઈ ગયા છે. જિલ્લામાં 21,303 ફ્રન્ટ લાઈન વર્કર્સના લક્ષ્યાંક સામે પ્રથમ ડોઝ 32,147 વ્યક્તિએ લીધો હતો, જેથી 150.90 ટકા લક્ષ્યાંક પાર પડ્યો હતો. બીજો ડોઝ 64.23 ટકા એટલે કે 20,649 વ્યક્તિએ લીધો છે.

12,584 હેલ્થ વર્કર્સના લક્ષ્યાંક સામે 120.56 ટકા એટલે કે 15,171 વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે બીજો ડોઝ 65.80 ટકા એટલે કે 9,982 વ્યક્તિએ જ લીધો છે. 60 વર્ષથી વધુ વયના 1,38,227 વ્યક્તિનો લક્ષ્યાંક રખાયો છે, જેમાંથી 82.77 ટકા એટલે કે 1,14,406 વ્યક્તિએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 47.93 ટકા એટલે કે 54,831 વ્યક્તિએ જ લીધો છે. એવી જ રીતે 45 વર્ષથી વધુ 2,42,128 વ્યક્તિને ડોઝ આપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેમાંથી 55.99 ટકા એટલે કે, 1,35,575 વ્યક્તિએ જ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ 30.98 ટકા અટલે કે 41,999 વ્યક્તિએ જ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News