કચ્છમાં ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓના ઓનલાઈન કલાસ બંધ : સત્વરે ફી ભરી જવા કરાયું દબાણ

Contact News Publisher

કોરોના મહામારીના કારણે દરેક ક્ષેત્રે ભારે નુકશાની વેઠવી પડી રહી છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નવું શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થયું છે. જેના લીધે શાળા સંચાલકોએ વાલીઓને ફી ભરી જવા આદેશ કર્યો છે. જિલ્લામાં ખાનગી શાળાઓ દ્વારા ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઈન કલાસ બંધ કરાય છે. વાલી વર્ગમાં ચિંતા ફેલાઈ છે.

છેલ્લા ચૌદ માસથી મોટાભાગના ધંધા-વ્યાપારને અસર થઈ છે. ત્યારે શિક્ષણ ક્ષેત્ર પણ આમાંથી બાકાત નથી. નવા સત્રના પ્રારંભ સાથે વાલીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ફીના બાબતે પુનઃ ચકમક ઝરી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ અનેક સમસ્યાઓનો પ્રારંભ થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે ગત વર્ષે કોરોના કાળમાં ખાનગી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને ફીમાં રપ ટકા રાહત આપવામાં આવી હતી પરંતુ આ વખતે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા નથી પાડવામાં આવી ત્યારે રાજ્ય સરકારમાં માર્ગદર્શન માંગવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

નવા સત્રનો પ્રારંભ થયે એક સપ્તાહ થઈ ગયો છતાં ફીની રામાયણ હજુ યથાવત રહેવા પામી હોઈ અમુક વાલીઓએ પોતાના સંતાનોની ફી નહિં ભરતા શાળા સંચાલકોની મુશ્કેલીઓ વધી છે. કોરોના કાળમાં લોકોના ધંધા રોજગારને અસર થઈ છે ત્યારે અમુક શાળાઓએ બાળકોની ફી માફ કરી દીધી છે તો કયાંક આગલા વર્ષ સુધી ભરી દેવા સુધી વ્યવસ્થા કરી દીધી છે. મહામારીના કહેર વચ્ચે ધો. ૧થી ૧ર સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવેલ છે. ધો. ૧૦ના વિદ્યાર્થીઓની માર્કશીટના ઠેકાણા નથી ત્યાં અમુક શાળાઓમાં ધો. ૧૧ના શૈક્ષણિક વર્ગો પણ અનઅધિકૃત રીતે શરૂ કરી દેવાયા હોવાનો કચવાટ વાલીઓ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *