કચ્છ સરહદ ઉપર હાઈ અલર્ટ ; ઇનપુટ મળતા BSF ની મુવમેન્ટ વધી : પાકિસ્તાન ઉપર નજર

Contact News Publisher

દેશ કારગિલ વિજય ની વરસી ઉપર શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવી તેઓ ના શોર્ય ની ઉજવણી મનાવી રહ્યો છે ત્યારે પાકિસ્તાન દ્વારા ભેદી હિલચાલ ધ્યાને આવતા ગુજરાત ના કચ્છ બોર્ડર ઉપર એલર્ટ અપાયું છે અને બીએસએફ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવાયુ છે.

કચ્છની સરહદે સામે પાર પાકિસ્તાનની પીએમસીના રેન્જર્સની જગ્યા નેવીના કમાન્ડો લઇ રહ્યા હોવાઅંગે ના બીએસએફને ખાસ ઇનપુટ મળતાં કચ્છ સરહદે એલર્ટ અપાયું છે. જોકે, ભારતીય સુરક્ષા દળો ની આ હિલચાલ ને 15મી ઓગસ્ટ ની તૈયારી અને પેટ્રોલિંગને રૂટિન બતાવાઇ રહ્યું છે, પણ ઇનપુટ મળતાં અચાનક મૂવમેન્ટ વધી હોવાનું મનાય રહ્યુ છે.

વિગતો મુજબ પાકિસ્તાને સરહદે નેવીની સેના ઉતારતા કચ્છ સરહદ પર બી.એસ.એફ. દ્વારા હાઇ અલર્ટ અપાયું છે અને સરહદે બીએસએફ દ્વારા પેટ્રોલિંગમાં જવાનોની સંખ્યા વધારવામાં આવી છે. ઉપરાંત તમામ ક્રિક વિસ્તારોમાં બોટ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. કચ્છ સરહદે બીએસએફ એ સમયે પોતાની પેટ્રોલિંગ વધારી છે, પાકિસ્તાનની સામે પારની પીએમસીના રેન્જર્સની જગ્યા પાક નેવીના કમાન્ડો લઇ રહ્યા છે.

પાકિસ્તાન પીએમસીના રેન્જર્સ ના બદલે નેવી કમાન્ડો ની ગતિવિધિઓ શરૂ થઈ છે એ પાકિસ્તાન સરહદની મોટી મૂવમેન્ટ માનવામાં આવી રહી છે. હાલની મૂવમેન્ટ અને બીએસએફનું પેટ્રોલિંગ વધારવા પાછળ નું કારણ માનવામાં આવે છે.

અધિકારીઓ ભલે 15 ઓગસ્ટ અને રૂટિન બતાવી રહ્યા છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ 15 ઓગસ્ટને હજુ વાર છે એ પહેલાં મૂવમેન્ટ હોય છે, પણ આ વહેલી મૂવમેન્ટ હોવાથી કોઇ ખાસ ઇનપુટ બીએસએફ પાસે હશે જેને લઈ એલર્ટ અપાયું છે અને પાકિસ્તાન ની કોઈપણ હરકત નો જવાબ આપવા ભારતીય જવાનો તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *