કામ – યૌન – sex આ શબ્દ આજનાં માનવીનાં શરીરમાં મધ્ય થી નીકળીને મગજમાં ઘૂસી ગયા છે

Contact News Publisher

કામ – યૌન – sex આ શબ્દ આજનાં માનવીનાં શરીરમાં મધ્ય થી નીકળીને મગજમાં ઘૂસી ગયા છે , અને ત્યારથી ડખ્ખા ચાલુ થઈ ગયા છે.

ભુજમાં માનસિક આરોગ્ય કેન્દ્રમાં મુખ્ય ડોકટર અને મનોચિકિત્સક ડૉ. ટીલવાની સાહેબ સાથે મારો પરિચય , હું એમને પૂછ્યું કે – સાહેબ આ માનસિક અસ્વસ્થ (ટીલવાની સાહેબ અહીંના દર્દીઓને જો કોઈ ગાંડા કહે તો નારાજ થઈ જાય અને એને સમજાવે કે એ લોકો બીમાર છે , જેમ લોકોને તાવ આવે તો શારિરીક બીમાર કહેવાય એમ આ લોકોને રાસાયણિક તકલીફ છે તો તેઓ માનસિક અસ્વસ્થ કહેવાય .) હા તો વિષય ઉપર આવું તો મેં એમને પૂછેલું કે સાહેબ આ માનસિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ માનસિક અસ્વસ્થ પુરુષ અહીંની  કોઈ  માનસિક અસ્વસ્થ મહિલા દરદી સાથે છેડતી કે બળાત્કાર કર્યો હોય એવી કોઈ ઘટના બની છે ખરી ?

સાહેબ ત્યારે સરસ જવાબ આપેલો કે આ લોકો થોડાં ગાંડા કે માનસિક ગંદા છે ! આ લોકો તો માનસિક અસ્વસ્થ છે – અહીં નહીં પણ બહારની દુનિયામાં છે એવા મનાસિક વિકૃત લોકો રહે છે !

આ વાતને વર્ષો નીકળી ગયા – પણ જયારે પણ આપણી સભ્ય દુનિયામાં કોઈ બળાત્કાર , કોઈ છેડતી , કોઈ એસિડ હુમલો , કોઈ બ્લેકમેઇલ , કોઈ પોર્ન વીડિયો જોઈને કરેલ બળાત્કાર અને પછી હત્યા …. આવા સમાચાર વાંચવા કે સાંભળવા મળે ત્યારે લાગે છે , ડો. ટીલવાની સાહેબ પાસે જે લોકો છે એ ડાહ્યા છે , બાકી ગાંડા લોકો તો આપની અંદર કે આપણી આસપાસ ફર્યા કરે છે !

આદિવાસી લોકો પહેલાં નગ્ન જ રહેતાં , હજુ પણ ક્યાંક છે – પરંતુ ત્યાં કોઈ બળાત્કારનાં બનાવો બન્યા હોય એવી વિગતો એ દિશામાં કામ કરનારા લોકોનાં ધ્યાનમાં નથી આવી.

કોઈ પશુએ કપડાં નથી પહેરેલા, કે કોઈ પશુ નિમંત્રણ વિના સામેના પશુપાત્ર સાથે સંભોગ નથી કરતો , ત્યારે બળાત્કારની તો વાત જ દૂર છે.

જોકે આપને જાણીને આશ્ચર્ય થશે કે જે પશુઓ પ્રાણીસંગ્રહાલયમાં છે ત્યાં ચોંકાવનાર બનાવો સામે આવ્યા કે અહીં રાખવામાં આવેલ પશુઓ જંગલમાં રહેતાં પશુઓ જેટલાં સરળ ન જોવા મળ્યાં sex ની બાબતમાં , એટલું જ નહીં પ્રાણીસંગ્રહાલયનાં પશુઓ હસ્તમૈથુન કરતાં પણ જોવા મળ્યા !

એક વાત નક્કી છે કે sex અને life style એની વચ્ચે સીધો સબંધ છે.

ભારતીય સંસ્કૃતિ કામ વિશે ખૂબજ ઊંડાણ પૂર્વક અભ્યાસ કર્યો છે – પણ અફસોસ એ વાતનો છે કે એને આપણે જૂનવાણી ગણીને બીજાની સંસ્કૃતિનું અનુકરણ કરવા લાગી ગયા છીએ, આપણે અજંતા, ઈલોરા કે ખજૂરાઓ માં શું કામ થયું છે આ દિશામાં એનો અભ્યાસ જરૂરી છે. આપે આ ગુફા કે મંદિર ની મુલાકાત કે એની તસવીરો જોઈ હશે – જે પરમ આનંદ ની સ્થિતિ બંને પાત્રોનાં ચહેરામાં દેખાય છે – એ સ્થિતિ પોર્નમાં કામવાસનાનાં કીચડમાં ભૂંડની જેમ બે કે એથી વધારે પાત્રો મંડ્યા હોય છે એમાં જોવા મળે છે ખરી ? 

પોર્નમાં વિકૃતિ દેખાશે , રુગણતાં દેખાશે , બીભત્સતા દેખાશે – કારણ એ હોઈ શકે કે સંભોગ જો સમાધિની દિશાએ યાત્રા ન કરે તો સિવાય વિકૃતિ બીજું શું દેખાય ?

ભારતમાં તંત્રસૂત્ર માં sex અને અન્ય મુદ્દે જે અભ્યાસ થયો છે એની સામે આજનાં અમેરિકા કે યુરોપ કે વિશ્વના કોઈપણ દેશ બાલમંદિર એટલે કે જુનિયર કે.જી. સમાન છે.

તંત્ર કહે છે ભોગવીને જોઈ લ્યો , ખબર પડશે કામ કંઈ જ નથી, છૂટી જવાશે. ભોગો ઔર ત્યાગો .

પણ માનવી ચતુર છે કે મૂરખ ? વર્ષોથી , જન્મો જન્મો થી ભોગવીને પણ મુક્ત તો થતો નથી !

ભારતમાં ઘણાં સંપ્રદાય અને અનેક પંથો માને છે કે આવું કઈ કરો જ નહીં – અન્યથા ભોગવાની આદત પછી વ્યસન બની જશે , શરીરને એવો કોઈ અનુભવ આપો જ નહીં કે શરીર કામ કે ભોગમાં બંધાઈ જાય.

પણ આ શ્રેષ્ઠ વિચારો પણ કારગર નિવડ્યા નહીં , વાસ્તવિકતા એ છે કે આવા સંપ્રદાય પણ કામ થી ભોગ થી મુક્ત થઈ શક્યા નથી એવી અનેક ઘટનાઓ બહાર આવી ચૂકી છે.

આ બંને વચ્ચે OSHO એ કહ્યું ” ન ભોગો , ન ત્યાગો , પણ જાગો ” તો અહીં પણ માણસે રસ્તો કાઢી જ લીધો – પહેલાં ભોગવી તો લઈએ , પછી જાગશું ! અને મૃત્યુ સુધી જાગવાનું થતું નથી.

હવે મુદ્દો નગ્નતા કે સભ્યતાનો છે જ નહીં, મુદ્દો છે આજનાં માનવીનો , જેમાં કામ એ કામવાસના બની ગયો છે. ક્યાંક તો લોચો છે. Sex નું centre નાભિ થી પાંચ આંગર નીચે છે , પણ આજનો માનવી એ કામને, એ sex નાં કેન્દ્ર ને છેક મગજ સુધી લઈ ગયો છે. અને એટલે જ આજે sex વાસ્તવિકતા થી હટીને વર્ચ્યુઅલ બની ગયો છે.

સરળ ભાષામાં વાત કરીએ તો જો આપણે ભૂખ લાગી છે અને આપણે કહેવામાં આવે કે તમને ભોજન સાચે લેવાનું નથી , પણ વર્ચ્યુઅલ જ તમને પીરસવામાં આવશે , અને એ પણ મસ્ત મસ્ત વાનગીઓ- તમારી પસંદગી ની તમામ આઈટમ હશે જ…

વિચારો શું થશે ? 

અને બીજો પ્રયોગ એ પણ કરવા જેવો કે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે સામાન્ય દિવસો કરતાં વધારે આપણે ભોજનમાં જ લિન કે એનાં જ વિચારોમાં રહેશું.

બસ આવું જ કંઈક sex ને લઈને થઈ રહ્યું છે.

મુદ્દો પેચીદો છે – એક માર્ગ થી હટશું તો બીજે ફસાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

પહેલાં નગર વધુઓ હતી, પછી દેવદાસીઓ અને પછી વેશ્યાઓ અને આજે પોર્નસ્ટાર… આ સ્ત્રીઓનું શું કામ હતું ? જે કોઈ વ્યક્તિ એને ખરીદે એની સાથે એ સમય વિતાવીને સામેના પાત્રની કામવાસનાને ઠંડી કરવી એ જ એનું કામ, હવે વેશ્યાઓ હોય તો બળાત્કાર ન થાય કે ઓછા થાય એવું પણ મારું માનવું નથી, હા વ્યક્તિ રૂપિયા આપીને જેમ હોટેલમાં જમી આવીને પોતાની ભૂખ સંતોષી લે છે એમ જ જો કોઈ કામાતુર વ્યક્તિ કોઈ વેશ્યા પાસે જશે તો એની પણ sex ની ભૂખ થોડાં સમય માટે પણ સંતોષાઈ જશે એ વાત સ્વીકારવી પડે.

પણ અગાઉ કહ્યું એમ આ મુદ્દો પેચીદો છે , વેશ્યાગમન પછી પણ પૂર્ણવિરામ નથી મુકાતું ! એઇડ્સ , ઘર કંકાશ , રૂપિયા બરબાદ , જીવન અસ્તવ્યસ્ત અને ઘણું બધું.

તો હવે શું કરવું ? 

તો મને લાગે છે કે વ્યક્તિ પોતાની વાસના સંતોષવા Virtual sex તરફ વળ્યો, વેશ્યા અને પોર્નસ્ટારનું કામ એક જેવું જ લાગે – પણ તફાવત મોટો અને ઘણો છે, વેશ્યા કે નગરવધૂ માત્ર ફિઝિકલ એટલે કે એક જ  ગ્રાહક સાથે રહી પોતાની ભૂમિકા ભજવતી, પણ પોર્નસ્ટારને કોઈ એક ગ્રાહક કે ફિઝિકલ રિલેશનશિપમાં કોઈ રસ નથી , એને રૂપિયા કમાવા છે , અને એક સાથે અનેક ગ્રાહકો સાથે જોડાઈને , માત્રને માત્ર વર્ચ્યુઅલ.

મેં હમણાં એક લેખ વાંચ્યો જેમાં બે વિદેશી બહેનો sex વર્કર તરીકે જિંદગી વિતાવી હાલ તેઓ 80 વર્ષની આસપાસ છે અને લગભગ 3,50,000 હા, સાડા ત્રણ લાખ કરતાં પણ વધારે પુરુષો સાથે એમણે સેક્સ કરેલ એવી વાત ખૂદ કહી. એકવાત ચોકસ છે કે એક , બે, ત્રણ કે સાડા ત્રણ લાખ કે કરોડ , પણ એનાથી જો ઉપલબ્ધ થઈ જવાતું હોત, સંતોષ મળી જતો હોત તો એ બંન્ને બહેનો મહાજ્ઞાનને કે પરમ સંતોષ ને પ્રાપ્ત કરી ચૂકી હોત, પણ જાણકારનું કહેવું છે એમ સંતોષ મળતો નથી.

દરેક વ્યક્તિ ઠીકરું બીજા ઉપર ફોડે છે , મારો પાર્ટનર કે મારી પાર્ટનર બરાબર નથી એટલે સંભોગ સુખ નથી મળતું , પરિણામે કાં પાત્ર બદલે છે , કાં લગ્નેતર સંબંધો – અનૈતિક સંબંધો વકરવા માંડે છે , પરિણામે વ્યક્તિ દુઃસાહસ કાં વિદ્રોહ કરે છે. – પરિણામ : લગ્નનીજીવનમાં ભંગાણ કાં કજીયો…

પાત્ર બદલીને પણ કોઈ સંતુષ્ટ થઈ શકતું હોત તો અનેક રાણીઓ , દાસીઓ રાખનાર રાજા મહારાજા કે 3 થી 5 લગ્ન કરનાર વ્યક્તિ કામ થી મુક્ત કે એમાં પરમ આનંદ લઈ શકયા હોત.

તો પછી હવે શું કરવું ? આ પ્રશ્ન અને યોગ્ય માર્ગદર્શનનાં અભાવે વ્યક્તિ ભટકે છે અને રાજ કુન્દ્રા જેવા લોકો એનો ફાયદો ઉપાડીને આવા વિષયમાં પણ લાખો નહીં કરોડો અબજો કમાઈ લે છે. RJ દેવકીએ સારો સવાલ કર્યો કે પોર્ન બનાવવી એ ગુન્હો છે , પણ  રાજ કુન્દ્રા ની app કેટલાયે જોઈ ?, કોણે ડાઉનલોડ કરી ? શું એ બધા સામે કાર્યવાહી થશે ?

સવાલ સૂચક છે , ખવાય છે એટલે પીરસાય છે, porn જોવાય છે એટલે porn બનાવાય છે.

એક સારી અભિનેત્રી કરતાં સન્ની લિયોની આ સમયમાં વધારે કમાઈ લેશે , એ એક આજની કરુણતા છે.

રાજ કુન્દ્રા બાદ હાલ પોર્ન વિષયને લઈને અનેક પત્રકારો , લેખકો અને મારા જેવા  ફિલોસોફરોનો રાફડો ફાટ્યો છે. જેને જુઓ એ ભાષણ ઠોકવા બેસી જાય છે – મૂળમાં કોઈને નથી જવું.

પોર્ન પછી એક શબ્દ આજની વાહિયાત સિરીઝ જોઈને આવ્યો છે – મીની પોર્ન !

આજની સિરીઝ જોઈને કોઈ જ મનોરંજન મળતું હોય તો જણાવો , સિવાય ગાળો , અનૈતિક સંબંધો, sex , વાસના અને ન જોવા જેવુ ઘણું બધું,….

પણ આમાં વાંક કોનો ? આપણો જ ,

જો દર્શકો જ જોવાનું બંધ કરે તો જ પોર્ન અને અશ્લીલતાનો કારોબાર ઠપ્પ થશે, બાકી નહીં.

લોકો જ વાહિયાત જમવાનું બંધ કરશે તો વાહિયાત ભોજન બનાવનારને ત્યાં જશે કોણ ?

આપણે જોવું ગમે છે એટલે રાજ કુન્દ્રા બનાવે છે આ ન સ્વીકારો તોય સ્વીકારવી પડે એવી કડવી વાસ્તવિકતા છે.

હાલ ચાલી રહેલી આવી અનેક સિરીઝને એક જાગૃત નાગરિકે કોર્ટમાં પડકારી છે , રાજ કુન્દ્રા ની ફિલમ બહાર આવી કે લોકોને ભાન થયું કે સાલું આ સિરીઝમાં પણ સારું કઈ નથી આવતું ! 

કામ જ્યાં સુધી કામ રહે તો ઠીક પણ જો એ વાસના બની જાય તો કુદરતે આપેલ સરસ ભેંટ વિકૃત બની જાય છે અને પછી એક શબ્દ છે કામાંધ એટલે કામ માં અંધ ; કામ જ્યાં સુધી કામ કેન્દ્ર સુધી છે ત્યાં સુધી હોશ અને ભાન છે , પણ જો એ મગજમાં ઘર કરે પછી વ્યક્તિને સારાં નરસાનું ભાન રહેતું નથી ,પછી એ નથી જોતો કે 8 મહિનાની કુમળી વયની માસૂમ દીકરી છે કે 80 વર્ષની વૃદ્ધા !

ભારતીય આધ્યાત્મિક વિચારધારામાં કહેવામાં આવ્યું છે કે કામ જો ઉર્ધ્વગામી થાય તો મસ્તિષ્ક થી સહસ્ત્રાર સુધી પહોંચીને વ્યક્તિને પરમ જ્ઞાન સુધી લઈ જાય છે , એનું ઊલટું જો કામનું દમન થાય અને જો એ મગજમાં ઘૂસે તો હાલ જે આસપાસ વિકૃતિ જોવા મળી રહી છે એવું થાય.

સેક્સ કે કામ કે યૌન એ પ્રકૃતિએ સંસાર ચલાવવા બનાવ્યું હોય એમ લાગે છે, જો એમાં પરમ આનંદ હોત તો એમાં ઉતરીને વ્યક્તિ પસ્તાય છે કેમ ?

ક્ષણિક આનંદ ફરી નિરાશામાં અને નિરાશા માંથી ફરી સુખની આશા ; બસ આમ જ જન્મ થી મૃત્યુ અને એક જન્મ થી બીજા જન્મ વ્યક્તિ ભટક્યા કરે છે !

આ પૃથ્વી ઉપર 24 x 7 જો કોઈ sex માં જ રચ્યો પચ્યો હોય તો એ માત્રને માત્ર મનુષ્ય છે.

પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન જ હલકું અને વિકૃત બની ગયું છે .

ક્યાંક તો લોચો છે , સાધુ , સંતો , પાદરી અને મૌલવીઓ આ અંગે સાચું અને ચોક્કસ જાણતાં નથી , અને જો જાણતાં હશે તો બતાવતા નથી , જો બતાવવા માંગતા હશે તો બરાબર બતાવી શકતા નથી ! અન્યથા તેઓ ખૂદ પણ આમાંથી મુક્ત થવા જોઈતા હતા ,પણ કડવી વાસ્તવિકતા એ છે કે અપવાદ બાદ કરતાં સંસારી કરતાં સન્યાસી વધુ કામવાસનામાં ફસાયેલા છે.

કાયદો , વ્યવસ્થા , દંડ અને સજા થી જ વ્યક્તિ સુધરી શકતો હોત તો આજે આટલાં વર્ષો પછી પણ બળાત્કાર, છેડતી , પોર્ન અને અશ્લીલતાથી આપણે મનુષ્ય મુક્ત થવા જોઈતા હતા, પણ મુક્ત નથી !

લખવું ઘણું છે , પણ મનેય ખબર છે કે આખું શાસ્ત્ર લખીશ તોય ફરક કંઈજ નથી પડવાનો, એવુંય નથી કે મનુષ્યને સુધરવું નથી , બદલવું નથી;

સુધરવું છે અને બદલવું પણ છે – પણ એમ થતું નથી!

વરી એ જ ભૂલ , ફરી પ્રાયશ્ચિત – અને ફરી ભૂલ કરવાની તૈયારીઓ શરૂ….

આશા રાખીએ આજ નહીં તો કાલ આપણે મનુષ્યો પણ પશુ – પક્ષીની જેમ કામ ને સરળ અને પરમ બનાવી શકીએ , સેક્સ શરીરમાં રહે – નહીં કે મગજ અને વિચારોમાં.. જો એવું થયું તો પછી મોબાઈલમાં, પુસ્તકોમાં સેક્સ કરવાની (જોવાની ) જરૂર નહીં પડે, કારણ  Sex is a practical subject, not a fantasy.

છેલ્લા દડે છક્કો : જોયું ને કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી ! ઈન્ટરનેટ ઉપર માત્ર porn સર્ચ કરતાં નકલી પોલીસની નોટિસ લોકોને મળી છે કે ” તમે પોર્ન જોઈ રહ્યા છો , આ અપરાધ છે ,તમારે 3000 રૂપિયા દંડ ભરવો પડશે ” , જાણવા મળતી વિગતો મુજબ 1000 જેટલા લોકોને આવા ઠગ લોકો છેતરી ચૂક્યા છે ,દિલ્હી પોલીસે આવા 3 આરોપીઓને પકડી પાડ્યા છે .

લોભીયાનો માલ ધુતારા ખાય , અને બીકણનો માલ ઠગ ખાય..

આપ પણ આ વિષયે આપનાં પ્રતિભાવ share કરવા માંગતા હો તો મને અવશ્ય જણાવશો.

મિત્રો, મારી ” સંવાદ – વિવાદ ” કોલમ આપને કેવી લાગી , નીચે કૉમેન્ટ્સમાં જરુર જણાવશો..

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / Fb / Instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

8 thoughts on “કામ – યૌન – sex આ શબ્દ આજનાં માનવીનાં શરીરમાં મધ્ય થી નીકળીને મગજમાં ઘૂસી ગયા છે

  1. Pingback: yehyeh.com
  2. Pingback: click to read
  3. Pingback: pod
  4. Pingback: naga356

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *