સંવાદ – વિવાદ / શનિવાર , 24 જુલાઈ 2021

Contact News Publisher

वक्त अच्छा जरूर आता है, मगर वक्त पर ही आता है!!

આ વિચાર થી જ શરૂ કરું આજની ” સંવાદ – વિવાદ” કોલમ.

ઉપરોક્ત વિચાર એક પોલીસ ઇન્સ્પેક્ટરે ટ્વિટ કરેલ , નમે ગમ્યો એટલે share કર્યો.

ચક્ર , પૈડું , આરા , ધરી , વર્તુળ , કેન્દ્ર ,

સંસાર ચક્ર, આ શબ્દો વિશે ઘણું લખવું છે,

ઝાકીર નાઈકનાં માંસ ને લઈને બેહૂદા વિધાન ને લઈને વાત કરવી છે,

પણ એ બીજી વાર

ભારતની હાલની સ્થિતિ ને જ લઈને સંવાદ વિવાદ શરૂ તો :-

અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ કહ્યું જે 1991 માં હતી કે એનાંથી ખરાબ અર્થવ્યવસ્થાની હાલત થઈ શકે છે,

આ ખુશ થવા કે આનંદ કરવાનો સમય નથી,

આર્થિક ઉદારીકરણ નો પાયો નાંખનાર મનમોહનસિંહ ને BJP અને અન્ય પક્ષી મૌની બાબા કહીને મજાક ઉડાવતાં હતા,

આજની સ્થિતિ જોઈને એ મજાજ ઉડાડનારા ખૂદ મજાકનાં પાત્ર બની ગયા છે.

આમાં એમનાં બે શબ્દો કે આ સમય ખુશ થવાનો કે આનંદ કરવાનો નથી – લાગે છે ભાજપનાં અમુક ચોક્કસ નેતાને ટાંકીને હોય સ્પષ્ટ મને તો દેખાય છે.

વાત કરીએ ઓલિમ્પિકની 

જાપાન ટોકિયો ઓલિમ્પિકસમાં ભારત હોકી ટીમનું સારું પ્રદર્શન રહ્યું છે , ન્યુઝીલેન્ડ ને 3 – 2 થી હરાવ્યું.

હવે વાત કરીએ મીરાં બાઈની – અત્યાર સુધી google માં mirabai સર્ચ કરતાં તો આપણાં સંત કવિયત્રી મીરાં બાઈનો ફોટો આવતો, હવે સર્ચ કરશો તો વેઇટ લિફટિંગ કરતાં અન્ય એક મીરા બાઈ પણ જોવા મળશે.

ભારતનું નામ રોશન કર્યું આ બંને મીરાં બાઈએ.

મીરાબાઈ ચાનુએ ટોકિયો ઓલિમ્પિકસમાં જીત્યો સિલ્વર મેડલ.

તો TT માં મીનકા બત્રા નું સારું પ્રદર્શન રહ્યું છે.

પુરુષ સિંગલ ટેનિસમાં સુમિત નાગલનું પ્રદર્શન સારું રહ્યું.

હાલ ભારતમાં વરસાદ , ઓલિમ્પિક અને પોર્ન શબ્દો અખબાર અને TV માં નિયમિત જોવા સાંભળવા મળે છે.

શિલ્પા શેટ્ટી ને તેની નાની બહેન શમિતા શેટ્ટી એ કહ્યું કે ચિંતા ન કરજો આ સમય પણ નીકળી જશે,

આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે પણ next time.

વાત પર્યાવરણ ની કરીએ તો 

આ વિકાસ કે વિનાશ ?

GPCB અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ , સરકાર , મીડિયા ની બેદરકારી ને કારણે આ પૃથ્વી ને ઘણું ભોગવવું પડશે એ નક્કી વાત છે.

લોકોએ આનાં માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે,

ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વનું તાપમાન 1.3 ડીગ્રી વધી ગયું છે.

જો આવું જ ચાલુ રહ્યું તો આર્કટિક માં બરફ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે !

જો હજુ પણ આપણે ન સાવધ થયા અને તાપમાન 3 ડીગ્રી વધી ગયું તો આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એટલો વિનાશ પૃથ્વી ઉપર આવી શકે છે.

પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાન ફરીએકવાર કાશ્મીર મુદ્દે વિવાદ કર્યો કે કાશ્મીરી લોકો નક્કી કરશે કે પાકિસ્તાનમાં રહેવું કે સ્વતંત્ર રાષ્ટ્ર બનવું , અહીં પણ એમણે ભારતમાં રહેવું એવુ ન કહીને સ્વતંત્ર રાષ્ટ્ર બનવું એવો બફાટ કરીને કાશ્મીરી લોકોને ભડકાવાનો પ્રયત્ન જ કર્યો છે.

બીજી તરફ ચીની રાષ્ટ્રપતિ ની ભારતને અડી ને આવેલ ચીની સરહદની મુલાકાત લઈને સમાચાર વહેતાં થયા ત્યારે ભારત સરકારે અગાઉથી જ 15000 જેટલા સૈનિકોને જમ્મુ કશ્મીર થી પૂર્વી લદાખ અને લદાખ ક્ષેત્રમાં ચીની સેના સામે બાથ ભીડવા તૈનાત કરી દેવાયા છે.

સાવધાની ની વાત કરીએ તો ગેસ સિલિન્ડર ચાલુ રહી જાય તો મોટો અકસ્માત થઈ શકે છે , અમદાવાદમાં મજૂરી માટે આવેલ 10 લોકો એક રૂમમાં સૂતા હતા અને એક જણ રાતે લાઈટ ચાલુ કરતાં જ ગેસ સિલિન્ડર માં બ્લાસ્ટ થતાં 7 લોકોના મોત થયા હતા,

જો આવું કઈ પણ થાય ઘરનાં બારી બારણાં ખોલી નાંખવા જોઈએ અને સાવધાની પૂર્વક સ્થિતિ ને કાબુમાં લેવી જોઈએ.

આપ એટલે તમે અને પણ આ આપ એટલે આમ આદમી પાર્ટી – હાલ આપે ભાજપ અને કોંગ્રેસ બંને છાવણીમાં સોપો પાડી દીધો છે , એ પછી બે માંથી કોઈ પક્ષ સ્વીકારે કે ન સ્વીકારે એનાથી ફરક પડતો નથી.

આમેય લોકો પાસે ત્રીજો વિકલ્પ પણ આવ્યો છે લોકોનો મૂડ સ્વીન્ગ થાય ત્યારની વાત પણ હાલ તો BJP માંથી અને કોંગ્રેસ માંથી પણ રાજકીય લોકો આપ માં જોડાવા લાગ્યા છે .

રાજકોટમાં પેટ્રોલ ડીઝલ ભાવ વધારાને લઈને આપે પ્રદર્શન કર્યું , 

” પેટ્રોલ ડીઝલ સસ્તા કરો

પ્રજા ઉપર હવે દયા કરો “

આ સૂત્રોચ્ચાર સાથે ચાલુ વરસાદે  વિરોધ થયો,

તો ભાજપ માટે બીજા માઠા સમાચાર પોરબંદર થી એ આવ્યા છે કે રબારી સમાજના પ્રમુખ ભીમા મકવાણા સહિત 200 જેટલા કાર્યકરો ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે.

કોરોના ને લઈને વધુ એક માઠા સમાચાર સુરત થી આવ્યા છે,

એક 4 વર્ષીય બાળકને મ્યુકોરમાઇકોસીસ સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તો અમેરિકામાં પણ વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું – ખતરનાક કેન્ડીડા ઓરિસ નાં કેસ દેખાતાં હડકંપ મચી છે.

કોરોના ને લઈને જે રીતે ફરી લોકો બેફામ બન્યા છે ,ભીડ ભેગી કરી ફરવા જવું , covid ગાઈડ લાઇન ને અભેરાઈએ ચડાવીને લોકો ફરી વિનાશ નોતરે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.

વરસાદ ની વાત કરીએ તો રવિવારે ગુજરાતનાં  દક્ષિણ વિસ્તારમાં નવસારી ,વલસાડ , ડાંગ , દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં અતિભારે વરસાદ ને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે.

મિત્રો આપ પણ આપની આસપાસ આવી કોઈ ખબર કે ઘટના બની હોય, આપની આસપાસ પણ કોઈ ગેરબંધારણીય કામ થતું હોય, સાચો નાગરિક પરેશાન થતો હોય તો અમારો સંપર્ક કે એનો વીડિયો મોકલી શકો છો.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / fb / instagram 

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *