છાસવારે થતાં વીજ ધાંધિયાથી ભુજવાસીઓ બન્યા ત્રસ્ત

Contact News Publisher

શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા અર્ધસપ્તાહથી વીજ ધાંધિયાથી રહેવાસીઓ ત્રસ્ત બન્યા છે.ભુજવાસીઓની ફરિયાદ મુજબ વીજ પુરવઠો છાશવારે ખોરવાતો રહે છે, તેથી કંટાળીને વીજ કચેરીના સંબંધિત ફોન નંબરો ઉપર રજૂઆત કરવી તો કેમ કરવી, કારણ કે ફોન ઉપાડાતા જ નથી. હાલનાં વાદળછાયાં વાતાવરણમાં ભેજ અને બફારાનું પ્રમાણ વધી જતાં લાઇટ?જતાંની સાથે ઘરમાં બેસવું મુશ્કેલ બને છે.

હાલમાં જ ગયેલા કોરોનાની ચપેટમાં આવેલા લોકો શારીરિક નબળાઇ સાથે વીજળી જતાં પંખા બંધ થતાં શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. ઘર બહાર પણ હવા ન આવતી હોય ત્યારે મુંઝારો અનુભવે છે.સંસ્કારનગર, એસ.ટી. વર્કશોપ સહિતના વિસ્તારોમાંથી વીજ ધાંધિયાથી ત્રાસેલા લોકોએ ફરિયાદ કરી હતી કે વીજ કચેરી ફોન ન ઉપાડતાં વાહનોથી ફરિયાદ નોંધાવવા જવાના ધક્કા પડે છે. માખી-મચ્છરના ઉપદ્રવ અને બફારાવાળાં વાતાવરણથી ફરી રોગચાળો વધે તેવી સંભાવના વ્યક્ત કરતાં ભુજવાસીઓએ વીજતંત્રની ચોમાસાં પહેલાંની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

1 thought on “છાસવારે થતાં વીજ ધાંધિયાથી ભુજવાસીઓ બન્યા ત્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News