કચ્છમાં રક્ષા બંધનમાં વૈદિક રાખડીનું વધી રહ્યું છે ચલણ

Contact News Publisher

આગામી 22 તારીખે શ્રાવણ સુદ પૂનમના રક્ષા બંધન છે. બજારમાં અત્યારથી રાખડીઓની અનેક વેરાયટીઓ ગોઠવાઈ છે. ડિઝલના ભાવ ઊંચકાતા અને કાચો માલ મોંઘો થતા વેંચાણ ભાવમાં ગત વર્ષ કરતાં પચીસથી ત્રીસ ટકાનો ભાવ વધારો છે, પરંતુ લોક ડાઉન જેવા કોઈ પ્રતિબંધ ન હોતા વેપાર દોઢ ગણો થાય તેવી શક્યતાઓ વેપારીઓ જોઈ રહ્યા છે. ફેન્સી રાખડીની સામે વૈદિક રાખડી તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. પર્યાવરણ દૃષ્ટિએ ગાયના ગોબરમાંથી બનેલી આ રક્ષા કવચ હવે ધીમે ધીમે ટ્રેન્ડ બની રહ્યો છે.

ફેન્સી રાખડીનું બહુ મોટું બજાર છે, પણ સાથે સાથે હવે લોકોમાં પર્યવરણ તરફની જાગૃતિ આવતા લોકો વૈદિક રાખડી પણ ખરીદતા થયા છે. કુકમા ખાતે છેલ્લા 3 વર્ષથી ગોમય રક્ષા કવચ બને છે. દેશી ગાયના ગોબરનું મહત્વ ખૂબ વધી રહ્યું છે અને તેના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ હવે ઉપલબ્ધ છે ત્યારે કુકમા સ્થિત શ્રીરામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા દેશી ગાયને પ્રોત્સાહન મળે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે ગાયના ગોબરમાંથી 20 થી પણ વધારે પ્રોડક્ટ બનવામાં આવી રહી છે છેલા ત્રણ વર્ષથી ગોબરમાંથી રાખડી પણ બની રહી છે. કચ્છ હસ્તકળાનો પ્રદેશ છે ત્યારે કચ્છની વધુ એક કળા એટલે કે ગોબર ક્રાફ્ટ તેમાં ઉમેરાઈ છે. ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ 10 હજાર થી વધુ રાખડીઓ વેચાય તેવી આશા છે.

પ્રથમ વર્ષે 3 થી 4 હજાર નું વેચાણ થયેલું બીજા વર્ષે 7 થી 8 હજાર રાખડીઑ વેચાઈ હતી. આ વખતે ખુબ માંગ હોઇ 10 હજારનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. સંસ્થા માત્ર વેચાણના ઉદેશ્યથી કામ નથી કરતી પરંતુ યુવાનોને ગોબરમાંથી બનતી વસ્તુઓનું નીશુલ્ક તાલીમ પણ આપવામાં આવે છે. રાખડી બનાવવાના કામમાં કારીગરો ઉપરાંત ગામની બહેનોને રોજગારી પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *