દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ હવે વૈશ્વિક રોકાણ આકર્ષશે

Contact News Publisher

અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે હાથ ધરેલા સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી સહિતના વિવિધ પ્રોજેકટ માટે વૈશ્વિક રોકાણ આકર્ષવા આ માટેની ખાસ વેબસાઈટ ઉપર ડીપીટીએ નોંધણી કરાવીને ડીજીટલ ડીસ્પ્લે કર્યું છે.હાલના ઈન્ટરનેટ અને ડીઝીટલ યુગમાં અલગ અલગ હેતુ માટે અલગ અલગ વેબસાઈટ અસ્તિત્વ ધરાવે છે.

વિશ્વ પણ આવી વેબસાઈટ થકી વિવિધ માહિતી મેળવે છે. ભારત સરકારના વિવિધ મંત્રાલયો જે વેબસાઈટનો ઉપયોગ કરે છે તે વેબસાઈટ ઉપર ડીપીટીના વ્યાપાર સંવર્ધન વિભાગે ડીપીટીની યોજનાઓ ડિસ્પ્લે કરાવી છે. જહાજ, બંદરો અને જળમાર્ગ મંત્રાલયે પણ જે વેબસાઈટનો આ માટે ઉપયોગ કર્યો છે તે ઈન્વેસ્ટ ઈન્ડિયા ઈન ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ રડારમાં ડીપીટીએ પ્રવેશ કયા :છે. વિશ્વના રોકાણકારો https://www.investindia.gov.in/state/gujarat’ઉપર સર્ચ કરીને ભારતમાં આવેલા આ મહાબંદરની વિવિધ વિકાસ યોજનાઓમાં રોકાણ કરી શકશે. વિદેશી રોકાણકારોને ભારતમાં કયાં કયાં રોકાણ થઈ શકે છે તેની તમામ વિગતો આ વેબસાઈટ આપે છે.

ડીપીટીએ પણ એસ.આઈ. પી.સી. કન્ટેનર ટર્મિનલ, શિપ બિલ્ડીંગ યાર્ડ સહિતની અનેક યોજના હાથ ધરી છે. જેમાં વ્યાપક રોકાણની જરૂરત હોવાથી હવે વિશ્વ સ્તરે રોકાણકારોને આકર્ષવા આ વેબસાઈટને માધ્યમ બનાવ્યું’ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.આઈ.પી.સી.માં અત્યાર સુધી માત્ર એક જ ઔદ્યોગિક એકમે રોકાણ કર્યું છે. કોરોના સંક્રમણને લઈને ગતિ મંદ પડતા હવે આ નવો વ્યાપામ ડીપીટીએ આદર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News