કચ્છ જિલ્લાના કિસાનોને કૃષિ સહાય અપાવવા કોંગ્રેસે છેડશે આંદોલન

Contact News Publisher

કચ્છ જિલ્લામાં વરસાદ ખેચાતા ખેડૂતોની કફોડી હાલત બની છે. કચ્છનાં ખેડૂતોવતી કચ્છ કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને રજુઆત કરવા આવેલી હતી. તેમ છતાં સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવેલી નથી ત્યારે હવે કોંગ્રેસ કિસાનોને સાથે રાખીને પોતાના હક્ક માટે આંદોલન આદરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ગાઇડ લાઇન મુજબ વરસાદ જો ૨૮ દિવસ ના થાય તો ૩૩ ટકા નુકસાન પર ૨૦,૦૦૦ રૂપિયા અને ૬૦ ટકા થી વધુ નુકસાન પર ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ ૪ હેક્ટર સુધીની સહાય ચુકવાય છે. વરસાદ ન પડયાના ૨૮ દિવસના બદલે ૪૫ દિવસ થઈ ગયા છતાં કચ્છના ખેડૂતોને કોઈ સહાય બાબતે ખેતીવાડી અધિકારી દ્વારા સર્વે હાથ ધરાયો નથી . આ બાબતે સત્તા પક્ષના કચ્છના નેતાઓ ના તો ચર્ચા કરી રહ્યા છે કે ના તો નિવેદન આપી રહ્યા છે.

કચ્છ જિલ્લાના તમામ તાલુકાના વરસાદી આંકડા પણ વેબસાઈટમાં ખોટા આપવામાં આવી રહ્યા છે, હાલ પાક વીમા ખેડૂતો માટે બંધ કરવામાં આવેલા છે તો ખેડૂતોને નુકશાની ના વળતર માટે કોઈ આધાર રહેલો નથી અને છેલ્લા ચાર વર્ષથી પાક વિમો પણ ચુકવવામાં આવેલો નથી જેથી ખેડૂતો આત્મ હત્યા તરફ વળી રહ્યા છે. તે ગંભીર બાબત છે. સરકાર તેમજ કચ્છ ના નપાણીયા નેતાઓ કિસાનોની સમસ્યા ધ્યાનમાં ન લેતા ભારે રોષ ફેલાયો છે.

કચ્છમાં જમીન માપણી, વિજપોલ વળતર અને નર્મદાના નીરના કેનાલના અધુરા કામો ,નર્મદા ના નીરથી પાણી વિતરણ અને ડેમો તળાવો ભરવાની માંગ સાથે આગામી સમયમાં કચ્છ જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ખેતીવાડી અધિકારીની કચેરી તેમજ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી યોગ્ય રજૂઆત કરવામાં આવશે. વળતર માટે સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશીંગુ ફુંકવામાં આવશે. કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓના ગામે ગામ ખેડૂતોને ઢોલ વગાડી પરચા બાટી ખેડૂતોને સાદ કરી મોટી સંખ્યામાં ઉમટી પડવા હાકલ કરવામાં આવશે તેવું કોંગ્રેસે જણાવ્યું હતું.

1 thought on “કચ્છ જિલ્લાના કિસાનોને કૃષિ સહાય અપાવવા કોંગ્રેસે છેડશે આંદોલન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *