કચ્છમાં ધો.૬થી ૮માં ૬૦ હજાર બાળકોને આવકારવા શાળાઓ સજ્જ

Contact News Publisher

આગામી ૨ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ધો.૬થી ૮ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય રાજય સરકારે લીધો છે. જેના પગલે કચ્છમાં પણ ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને આવકારવા શાળાઓ સજ્જ બની છે.

વૈશ્વિક મહામારી કોરોનાના પગલે છેલ્લા દોઢ બે વર્ષાથી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ જેવી હાલતમાં છે. થોડાક સમયથી કોરોનાના કેસો ઘટતા માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં વાલીઓની સહમતિ સાથે વિદ્યાર્થીઓને બોલાવાય છે ત્યારે હવે કોરોનાનો કહેર ઓછો થવાથી રાજય સરકારે પ્રાથમિક શાળાઓમાં પણ ધો.૬થી ૮ના વર્ગો શરૂ કરવાની તૈયારીઓ દાખવી છે. આ અંગેની સતાવાર જાહેરાત પણ કરી દેવાઈ છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ આગામી બે સપ્ટેમ્બરથી ૧૧૦૦ જેટલી શાળાઓમાં ધો.૬થી ૮ના વર્ગો શરૂ થશે. ધો.૬થી ૮માં કચ્છમાં અંદાજે ૬૦ હજાર જેટલા બાળકો નોંધાયેલા છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે, વાલીઓની સહમતિ બાદ કેટલા બાળકો શાળાઓ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *