ક્ચ્છ મોરબી સાંસદનાં ભાણેજની હત્યા કે પછી આત્મહત્યા..?

Contact News Publisher

ક્ચ્છ મોરબીના સાંસદના ભાણેજની હત્યા કે પછી આત્મઘાતી પગલું..?

કચ્છના સાંસદ વિનોદ ચાવડાના સગા ભાણેજનો આજે નખત્રાણાના કોટડા જડોદર પાસેથી કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. હોન્ડા કારમાંથી મૃતદેહની સાથે એક રિવોલ્વર પણ મળી આવી છે. ત્યારે પોલીસે આ બનાવનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

કચ્છનાં સાંસદના ભાણેજની લાશ કારમાં ગોળી વાગેલી હાલતમાં મળતા ચકચાર

નખત્રાણાના કોટડા જડોદર પાસે ગોળી ખાધેલી હાલતમાં કારમાંથી લાશ મળી

કોટડાથી વ્યાર ગામને જોડતા આંતરિક રસ્તામાં બંધ કાર માંથી લાશ મળી

હતભાગી વિદેશમાં ડૉક્ટરનું અભ્યાસ કરી રહ્યાં હતો.

મળતી માહિતી મુજબ અક્ષય થોડા દિવસ પહેલા જ USમાં પોતાનો ડોકટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. ત્યારે આજે અચાનક જ પોતાની હોન્ડા કારમાંથી લોહીલુહાણ હાલતમાં અક્ષયનો મૃતદેહ અને સાથે રિવોલ્વર પણ મળી આવતા મોતને લઈ સવાલ ઉઠ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં આ બનાવ આત્મહત્યા હોવાનું જણાવ્યું છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.હતભાગી નખત્રાણા તા.ના દેવપર યક્ષ ગામનો રહેવાસી છે. જ્યારે સાંસદ નજીકના સુખપર ગામના વતની છે

લાશને પોસમોર્ટમ માટે નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી

બનાવ હત્યા કે આત્મહત્યાનો એ અંગે અસમંજસતા

બનાવ બાબતે કચ્છભરમાં મચી ભારે ચકચાર

 કોટડા જડોદરમાં ભટ નગર પાસેથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, પોલીસ ઘટના સ્થળે – હત્યા કે આત્મહત્યા વગેરે ભેદભરમ સર્જાયા

નખત્રાણા જડોદર પાસે બંધ કારમાં છાતીના ભાગે ફાયરિંગ થવાને પગલે અક્ષય રમેશ લોન્ચા નામનાં યુવકનું મોત થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે યુવકે જાતે જ પોતાની ઉપર ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું છે. આ આત્મઘાતી ઘટનાને સમર્થન આપતા પશ્ચિમ કચ્છ એસ.પી., સૌરભસિંઘે જણાવ્યું હતું કે, મૃતકનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. નખત્રણા વિભાગનાં ડેપ્યુટી એસ.પી., વી.એન. યાદવે આ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું કે, બપોરે સાડા બાર વાગ્યાનાં અરસામાં જડોદર જવાના માર્ગે કારમાં આ ઘટના બની છે.

ઉલ્લેખનીય છે કે, રમેશભાઈ લોન્ચા સાંસદ વિનોદભાઈ ચાવડાના બનેવી છે. તેમજ મૃતક અક્ષય તેમનો સગો ભાણેજ થાય છે. આ આત્મઘાતી પગલું છે તો શા માટે આત્મઘાતી પગલુ ભર્યું..? એવું તે શું કારણ હોઈ શકે જેનાથી આત્મહત્યા કરવી પડી..? આત્મઘાતી પગલુ નથી તો કોણે સાંસદના ભાણેજ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે..? આ ઘટનાએ સમગ્ર ક્ચ્છ સહિત ગુજરાત અને દિલ્હી સુધી હડકંપ મચાવી દીધું છે. પોલીસે સર્વગ્રાહી તપાસ આરંભી છે. હાલ તુરંત આત્મઘાતી પગલું હોય તેવું પોલીસ દ્વારા જણાવાયુ છે.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા,

પંકજ કબીરા – નખત્રાણા

maa news live : Youtube / Dailyhunt /

Fb / instagram / Twitter / Telegram

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News