પ્રાથમિક શાળાઓનો‌ સમય‌ 8 કલાક કરવાનો નિયામકનો પરિપત્ર રદ

Contact News Publisher

રાજ્યની પ્રાથમિક શાળાઓના માં ધો. 6થી‌ 8માં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થતાં અત્યાર સુધીના સવારના સમયના બદલે પ્રાથમિક શાળાઓનો સમય‌ રાબેતા મૂજબનો‌ કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા‌ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આર.ટી.ઇ. એક્ટ 2009ની જોગવાઈઓ ધ્યાને લઇ સમય નક્કી કરવા જણાવાયું હતું. કેટલાક‌ જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ પરિપત્ર કરી પ્રાથમિક શાળાઓનો સમય‌ સોમવારથી શુક્રવાર 8 કલાક જ્યારે શનિવારનો સમય‌ 5 કલાક રાખવા સૂચના આપી હતી.

આ‌ પછી દરરોજ બે‌-ચાર જિલ્લાઓમાં 8 કલાક સમય બાબતે પરિપત્ર થતા રહેતા હતા. આથી રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોને‌ એવું લાગ્યું કે, હવે ધીમે ધીમે તમામ જિલ્લાઓમાં 8 કલાકનો સમય‌ થઇ જશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ‌‌ દિગ્વિજયસિહ જાડેજા, મહામંત્રી સતીશ ‌પટેલ દ્વારા આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ.મહેશ જોષીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આખરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાથમિક શાળાઓના 8 કલાક સમય બાબતના નિયામકના પરિપત્રને‌ રદ કરવાની જાહેરાત કરી હતી. કચ્છ જિલ્લામાં હજુ‌ 8 કલાક ‌સમય‌ બાબતે‌ પત્ર‌‌ થયો‌ ન હતો‌ એટલે શાળાઓનો ‌સમય‌‌ 10.45 થી 5નો‌ રાબેતા મૂજબનો જ રહેશે. આર.ટી.ઇ.ની જોગવાઈ મૂજબ‌ વર્ષના 235 કામના દિવસો મૂજબ‌ રોજના 5 કલાક શૈક્ષણિક કાર્યના ગણીએ તો પણ‌ ધો.1થી 5ના‌ ‌800 કલાક અને 6થી 8ના 1000 કલાકથી વધારે થઈ ‌જાય છે, જેથી 8 કલાકનો‌ સમય‌ કરવાની‌ જરૂરિયાત જણાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *