૧૨૦૦ વર્ષની પરંપરા તુટી : મોટા યક્ષનો મેળો આ વર્ષે પણ નહીં યોજાય

Contact News Publisher

નખત્રાણા-ભુજ હાઇવે પર આવેલ કકડભીટ(મોટાયક્ષ) જખ્ખ બૌતેર દેવનું મંદિર આવેલું છે.જે ભુજથી-૩૫ કી.મી.તેમજ નખત્રાણાથી-૧૩ કી.મી.ના અંતરે આવેલું છે.અહીં કચ્છનો મોટામાં મોટો અને ગુજરાતનો બીજા નંબરનો મેળો અહીં ભરાય છે.જયારે સુરેશભાઈ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ મોટાયક્ષના મેળાને મીની તરણેતરનું નામ આપ્યું હતું.આ મેળો રાજાશાહી વખતાથી આશરે ૧૨૦૦(બારસો) વર્ષાથી મેળો ભરાતો આવ્યો છે. હાલ કોરોના વાયરસના કારણે આ મેળાની જૂની પરંપરા તુટી છે.સરકારના નિયમના કારણે ગત વર્ષ પણ મોટાયક્ષનો મેળો ભરાયો નહોતો અને આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં નહિ આવતા સતત બે વર્ષાથી આ મેળો નહિ ભરાય.

આ મેળો ચાર દિવસનો હોય છે.રાજાશાહી વખતથી આ મેળો ભરાતો આવ્યો છે.વર્ષો પહેલા લોકો પાસે વાહન વ્યવહારમા ખેતીને ઉપયોગી એવા ગાડા હતા જે આ મેળા વખતે આજુબાજુના ગામોમાંથી મેળો માણવા પોતાના ગામથી સવારના વહેલા ગાડા દ્વારા નીકળતા અને મેળાના પટાંગણમાં ગાડાઓને ઉંચા કરીને તંબુ બનાવવામાં આવતા અને એની અંદર સાથે જમવાનું લઈ આવતા આ તંબુમાં રાખતા અને દાદાને થાળ ચડાવતા વારાફરતી મેળો માણતા બપોરનું જમણ તંબુમાં કરતા અને છેક સાંજના પોતાના ગામડે જવા નીકળતા.પહેલા નાસ્તાઓ પણ મેળો હોય ત્યારે ખાવા મળતા જેથી કરીને મેળામાં નાસ્તાઓની લારીયો તેમજ ફરસાણની દુકાનોની લાઈનો લાગતી.અને નાસ્તાઓની મોજ માણતા.અને આ મેળામાં ભુજ,નલિયા,માંડવી તેમજ અંજારમાંથી કંસારાઓ આવતા જે મેળાથી ચાર થી પાંચ દિવસ પહેલા આવતા અને મેળો પત્યા પછી આઠથી દસ દિવસ રોકાતા આજુબાજુના ગામડાઓમાંથી મહિલાઓ વાસણની ખરીદી કરવા આવતી.આ મેળાને માણવા લોકો દેશ-વિદેશથી આવતા.તેમજ આજુબાજુના ગામડાઓના લોકો આવતા હતા.હાલ આ મેળાને માણવા દુર-દુરથી લોકો આવતા હોય છે.

આ મેળો ભરાયો હોત તો તા.૧૯/૯/૨૧ રવિવારથી ૨૨/૯/૨૧ બુધ ભાદરવા સુદ ચૌદસ થી ભાદરવા વદ બીજ એમ ચાર દિવસ ચાલત હાલ સરકારના નિયમાનુસાર મેળો મુલતવી રાખવામાં આવ્યો છે.જે બારસો વર્ષાથી ભરાતો આવતો મેળો ૨૦૨૦ અને૨૦૨૧ એમ બે વર્ષ સતત ના ભરાવાથી બારસો વર્ષની જૂની પરંપરા તૂટશે.હાલ મેળો મુલતવી રહેવાથી મોટાયક્ષ ગામની આજુબાજુ રહેતા જે વ્યવસાય માટે બહાર વસતા લોકો મેળાની રાહ જોતા હોય છે.આમ મેળો મુલતવી રહેવાથી લોકોમાં નારાજગી જોવા મળી હતી.આ મેળો સતરથી અઢાર એકરના પટાંગણમાં ભરાતો હોય છે.સાતસોથી આઠસો વિવિધ સ્ટોલો ઉભા કરવામાં આવતા હોય છે.આ મેળામાં નીત નવી નવીનતાઓ જોવા મળતી હોય છે.આ મેળામાં સહેલાણીઓ મોજ માણતી હોય છે.આ મેળામાં છથી સાત લાખની મેદની ઉમટતી હોય છે.આ મેળો મુલતવી રહેવાથી મેળો માણતા લોકોના અરમાન અધૂરા રહી જવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *