કચ્છ જિલ્લામાં મેલેરિયા અને કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું, સર્વે કરી દવા છંટકાવની કામગીરી હાથ ધરી

Contact News Publisher

કચ્છમાં પણ પ્રવર્તી રહેલી કોરોનાકાળની પરિસ્થિતિ વચ્ચે ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગ મેલેરિયાના કેસમાં વ્યાપકપણે વધારો થવા પામ્યો છે. જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિમારીની માહિતીના આંકડા એકઠા કરવાની સાથે રોગચાળો અટકાવવા અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા સ્તરેથી જાણવા મળ્યું છે.

આ વિશે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢકે જણાવ્યું હતું કે ગત વર્ષના ઓગષ્ટ સપ્ટેમ્બર માસમાં મેલેરિયાના 167 કેસ સામે આવ્યા હતા જેની સરખામણીએ આ બે માસ દરમિયાન હાલ જિલ્લામાં 177 કેસ મેલેરિયાના જોવા મળ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તેનું પ્રમાણ વિશેષ જોવા મળી રહ્યું છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા શહેરી વિસ્તારના અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો નેશનલ ડ્રગ ઓથોરિટી અંતર્ગત ખાનગી હોસ્પિટલમાંથી બીમારીના આંકડા લેવામાં આવી રહ્યા છે. અને તેના અટકાવ માટેના પ્રયાસો આરોગ્ય તંત્રની 27 જેટલી ટીમ દ્વારા કરવામાં આવીરહ્યા છે.

સદભાગ્યે હજુ સુધી ચિકનગુનિયા કેશ સામે આવ્યા નથી જ્યારે ડેંગ્યુના કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે લોકોને મેલેરિયા સહિતની બીમારી અંગે સાવધ રહેવા અપીલ પણ કરવામાં આવી હતી.

1 thought on “કચ્છ જિલ્લામાં મેલેરિયા અને કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું, સર્વે કરી દવા છંટકાવની કામગીરી હાથ ધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *