કચ્છના સફેદ રણમાં કાળા કારોબાર : DyCM નીતિન પટેલ આવ્યા એક્શનમાં, જુઓ શું કહ્યું

Contact News Publisher

ગુજરાતનું કચ્છ પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ તથા પોતાની સફેદ રેતીની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પરંતુ સફેદ કચ્છમાં ઘણા નેતાઓ અને અધિકારીઓ ભેગા થઈને કૌભાંડનો કાળો ડાઘ લગાવી રહ્યા છે. કચ્છમાં મીઠું પકવવાનું ખૂબ મોટા પાયે બિઝનેસ ચાલે છે પરંતુ અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈને હવે લાખો એકર જમીનમાં ગેરકાયદેસર મીઠું પકવીને મબલખ પૈસા ઘરભેગા કરી રહ્યા છે.
એક તપાસ મુજબ કચ્છમાં આડેસરથી મુન્દ્રા, સુરજબારીથી નવલખીમાં લાખો એકર જમીન પર અગર માફિયાઓ અડ્ડો જમાવીને બેઠા છે. મીઠા માફિયાઓ કચ્છમાં ખૂલેઆમ અભયારણ્ય અને સરકારી જમીનો પર અગર બનાવીને પૈસા કમાઈ રહ્યા છે ત્યારે અધિકારીઓનાં પાપે મીઠા માફિયાઓને ખુલ્લુ મેદાન આપી દેવામાં આવ્યું છે. જોકે માત્ર અધિકારીઓ જ નહીં આ કૌભાંડમાં કેટલાય મોટા નેતાઓના તાર પણ અડતા હોવાના સમાચાર છે. મીઠા માફિયાઓ બેફામ રીતે દાદાગીરી કરે છે, સ્થાનિક ગ્રામજનો તમામ વસ્તુઓ નજરે જોઈ રહ્યા છે અને તંત્ર ચૂપ બેઠું છે.

નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું છે કે જવાબદારો સામે સરકાર કડક પગલા લેશે, સરકારે ટોકન ભાવે પણ જમીન આપી છે, મીઠાના કારોબાર અંગે સરકાર રોયલ્ટી વસૂલે છે પણ તેમાં પણ જો કોઈ ખોટું કરતું હશે તો સરાકર તાત્કાલિક રૂપે કડક પગલાં ભરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે મીઠાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. દરેક જાતના મીઠાનું ગુજરાતના ગરીબ અગરો ઉત્પાદન કરે છે. જે માટે કોઈને મધ્યમ કક્ષાના અગરોને લીઝ તો ગરીબ અગરોને સરકારે ટોકન ભાવે જમીન આપી છે. મોટા મીઠા ઉત્પાદકો પાસેથી સરકાર રોયલ્ટી પણ વસૂલ કરે છે તેમ છતાંય જો કોઈ મીઠાની કાળા બજારી કરી રહ્યું હશે તો સરકાર જરૂર તેમના સામે કડક પગલાં ભરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News