માંડવી દરિયા કાંઠે ચાલતી સ્પીડ બોટ અચાનક બંધ કરાવાઈ

Contact News Publisher

ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં કરોડો રૂપિયાના કેફીદ્રવ્ય સાથે સાત ઇરાની શખ્સો પકડાય તેમજ મુન્દ્રા પોર્ટ પર કરોડો રૂપિયાનો ત્રણ ટન હેરાોઇન પકડાયાના બનાવ વચ્ચે કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવાઇ છે. માંડવીના દરિયા કાંઠે ચાલતી સ્ટીડ બોટ દરિયામાં ચલાવવા પર પોલીસ તંત્ર દ્વારા રોક લગાવાઇ છે.

રમણીય બીચ તટે પ્રવાસીઓ માટે વોટર રાઇડ્સ પહેલી સપ્ટેમ્બરના ચાલુ કરાઇ હતી, 20 દિવસ બાદ ચાલુ ધંધાને ગ્રહણ લાગ્યો છે. મુન્દ્રા પોર્ટ પર ડી આર આઈ ત્રણ ટન જેટલો હિરોઈન પકડી પાડયો હતો જેથી કચ્છનો કોસ્ટલ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષિત રાખવા ઉચ્ચ કક્ષાએથી સુચના મળતા માંડવી બીચ ઉપર તમામ સ્પીડ બોટ માંડવી પોલીસ દ્વારા બંધ કરવાની ફરજ પડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માંડવી તાલુકાના એક ગામના બે વ્યક્તિઓને મુન્દ્રા હિરોઈન પ્રકરણમાં પૂછપરછ માટે એજન્સીઓ દ્વારા ઉપાડવામાં આવ્યા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *