ડીપીટીએ વધતા અકસ્માતો બાદ કર્યું ચિંતન:પોર્ટ યુઝર્સને કામદાર સલામતી માટે કરાઇ તાકીદ

Contact News Publisher

દીન દયાળ પોર્ટમાં છાસવારે બનતા નાના મોટા અકસ્માતમાં કેટલીક વખત યોગ્ય મોનીટરીંગ કે તંત્રની બેદરકારી બહાર આવતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગઇ કાલે બનેલા અકસ્માતના બનાવમાં જે તે શ્રમિકને સલામતીના સાધનો પુરા પાડવામાં આવ્યા હતા કે કેમ તેવો પ્રશ્ન હાલ ચર્ચાના ચકડોળે ડીપીટીમાં ચડ્યો છે. ડોક સેફ્ટી ઓફિસરથી લઇને અન્ય સંબંધિત કર્મચારીઓ આ બાબતે કેમ નજર અંદાજ કરી રહ્યા છે તેવો ચણભણાટ પણ કામદારોમાંથી ઉઠી રહ્યો છે. કેટલાક કિસ્સામાં ડીપીટી દ્વારા જે તે એજન્સી કે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોવાનું જણાવીને હાથ ખંખેરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે યોગ્ય નથી. તેવો મત પણ કામદારોમાં પ્રવર્તી રહ્યો છે. દરમિયાન આજે દીન દયાળ પોર્ટ દ્વારા પોર્ટ યુઝર્સ સાથે બેઠક યોજીને સલામતીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.

દીન દયાળ પોર્ટમાં સતત ધમધમાટ ચાલી રહ્યો છે.અન્ય બંદરની સરખામણીએ જે રીતે કાર્ગો મુવમેન્ટ થઇ રહી છે તેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે છે અને સંબંધિત કિસ્સામાં કામદારની સલામતી સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. તાજેતરમાં ટ્રિનિટ શિપિંગમાં બનેલી ઘટનામાં એક શ્રમિકનું મોત થયું તેમાં શિપિંગ એજન્સીની જવાબદારીનું જણાવીને ડીપીટી આંખ આડા કાન કરી લે તે યોગ્ય ન ગણી શકાય. અગાઉ પણ નાના મોટા અકસ્માતો નોંધાઇચુક્યા છે. જેમાં કેટલીક વખત ખાનગી પાર્ટીઓ પર જવાબદારી ઢોળી દેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. યોગ્ય પ્રમાણમાં કામદારોને હેલમેટ, બુટ સહિતના જુદા જુદા સાધનો પુરા પાડવા જોઇએ તેવો મત પણ પ્રગટ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *