કચ્છમાં હજી પણ 3.20 લાખ લોકો પ્રથમ ડોઝથી વંચિત

Contact News Publisher

સરહદી કચ્છ જિલ્લામાં રસીકરણની કામગીરી ઘણી પડકારજનક છે,ખુદ કેન્દ્રીય આરોગ્યમંત્રીએ કચ્છમાં વેકસીન પહોંચાડવા સહિત લોકોને ડોઝ આપવાની થતી કામગીરીની સરાહના કરી હતી. જિલ્લાના શહેરી વિસ્તારો તો ઠીક પણ અંતરિયાળ ગામો અને છેવાડાના વિસ્તારમાં રસીકરણની કામગીરી ઘણી પડકારજનક હતી તેમ છતાં આરોગ્ય વિભાગના તબીબો સહિત સ્ટાફ,આશા વર્કર સહિતનાઓ દ્વારા દિવસ-રાત જોયા વગર લોકોને વેકસીન આપવામાં આવી રહી છે જેના કારણે કચ્છમાં અત્યારસુધી કુલ 80 ટકા લોકોએ તો કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે.

રાજ્યના સૌથી મોટા અને છેવાડાના ગણાતા જિલ્લા કચ્છ માટે આ સિદ્ધિ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કરની કામગીરીના કારણે થઈ શકી છે જેથી આરોગ્ય સહિતના વિભાગોને તો અભિનંદન આપવા જ ઘટે.જોકે બીજી તરફ આ રસીકરણ મરજિયાત હોવા છતાં તેને ફરજીયાત બનાવી દેવાયું છે જેને લઈને ક્યાંક ને ક્યાંક કચવાટ પણ જોવા મળી રહ્યો છે ખુદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તાજેતરમાં તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારીઓને નોટિસ પાઠવી હતી.

જેમાં જણાવાયું કે,2 ઓક્ટોબર ગાંધી જ્યંતી 2021 સુધીમાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી કરવી પડશે અન્યથા તાલુકા હેલ્થ ઓફિસરની બેદરકારી સમજી શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને સ્ટાફને પ્રેશર આવી ગયું છે તેમાં કોઈ બેમત નથી. 22 તારીખની સ્થિતિ મુજબ,કચ્છમાં કુલ 16,38,318 લોકોને કોરોના વેકસીન આપવાનો ટાર્ગેટ મતદાર યાદી પ્રમાણે છે જેની સામે અત્યારસુધી 13,17,978 લોકોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે જે 80 ટકા કામગીરી થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *