કચ્છના કંડલા પોર્ટ પરથી એનઆઇએ કન્સાઇનમેન્ટ ઝડપ્યું, મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા

Contact News Publisher

ગુજરાતના કંડલા પોર્ટ પરથી ચીનથી પાકિસ્તાન મોકલાતા મિસાઇલ્સ ઇક્વિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યા છે.શાંઘાઇ પોર્ટ પરથી આવેલા વેસલ્સની ચકાસણીમાં કસ્ટમ્સને શંકા પડતાં ઘટસ્ફોટ થયો હતો . આ કન્સાઇનમેન્ટ ઝડપીએ ગુનો દાખલ કર્યો છે. મિસાઇલ્સ બનાવવા માટે વપરાતા અંદાજે 10 કરોડના ઇક્વિપમેન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.જેના પગલે આખો કેસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત કચ્છના જખૌ નજીકના ખીદરત બેટ પરથી મળેલા કારતૂસના શંકાસ્પદ બોક્સ અને સિલિન્ડર મામલે કેટલીક નવી માહિતી સામે આવી છે..બોમ્બ ડિસ્પોઝલ ટીમે સિલિન્ડર તોડતાં તેમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો જે DND કહેવાતો વિસ્ફોટક પદાર્થ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.

બોમ્બ ડિસ્પોઝલ ટીમે પદાર્થના નમૂના લીધા છે જેને વધુ તપાસ માટે ગાંધીનગરની FSL ખાતે મોકલી આપવામાં આવશે. FSLની તપાસ બાદ જાણવા મળશે કે બોક્સ અને સિલિન્ડર ક્યાંથી આવ્યાં સરહદી વિસ્તારમાં કારતૂસનું ખાલી બોક્સ અને વિસ્ફોટક પદાર્થ મળી આવતાં અન્ય એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે.

1 thought on “કચ્છના કંડલા પોર્ટ પરથી એનઆઇએ કન્સાઇનમેન્ટ ઝડપ્યું, મિસાઇલ બનાવવાના 10 કરોડના ઇક્વિપમેન્ટ જપ્ત કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News