કચ્છના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે તેમ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા તંત્રનું સૂચન

Contact News Publisher

ગુજરાતમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે કચ્છમાં આગામી ૨૧ અને ૨૨ જાન્યુઆરી વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે. તેવામાં હવામાન વિભાગે પણ માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. માછીમારોને ૨૨ જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. આગામી ૩ દિવસ દરમિયાન જખૌ, માંડવી, મુંદરા, ન્યુ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકાંઠે ભારે પવન ફુંકાઈ શકે છે.

તારીખ ૨૨ સુધીમાં ઉતર પૂર્વ અરબી સમુદ્ર અને ઉતર પશ્વિમ અરબી સમુદ્રમાં પવનની ઝડપ ૪૦થી ૬૦ કિ.મી. કલાક રહેવાની શકયતા રહેલી છે. જેથી, તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતેથી તમામ બોટ માલિકો, પગડીયા માછીમારોને તેઓની તમામ બોટો, હોડી અને ખલાસીઓને બંદર ઉપર સલામત અને સુરક્ષિત રાખવા તેમજ માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયાઈ વિસ્તારમાં ન જવા મનાઈ ફરમાવાઈ છે. હવામાન વિભાગની આ આગાહીના પગલે ડીઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદાર નિરવ બ્રહ્મભટ્ટે એક યાદીમાં માછીમારો માટે સાવચેતીના પગલારૂપે આદેશો બહાર પાડયા હતા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, તાપમાનમાં ત્રણ ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીનું જોર ઘટશે જો કે, પવન રહેવાને કારણે થોડી ઠંડી અનુભવાશે. એક સપ્તાહ બાદ ઠંડીમાં ઘટાડો થશે. પહેલા ઉતર પૂર્વના કાતિલ ઠંડા પવનના કારણે ઠંડી રહી હતી. જે પવનની દિશા બદલાઈને હવે ઉતરથી ઉતર પૂર્વના પવન શરૂ થતા ઠંડીના પારામાં વધારો થયો છે. જેના કારણે ઠંડીનું જોર ઘટયુ છે. તો સાથે જ આગામી ૩ દિવસ તાપમાનમાં ૩ ડિગ્રી જેટલો વધારો થતા ઠંડીમાં ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહીની સાથે પવનની ગતિ રહેવાના કારણે લોકોને ઠંડીની અનુભુતિ રહેશે.

3 thoughts on “કચ્છના દરિયા કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે તેમ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા તંત્રનું સૂચન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *