કાનૂન કે હાથ બહુત લંબે હૈ , પૂર્વ કચ્છમાં LCB નો સપાટો / 31 લાખનાં મુદ્દામાલ સાથે બાયોડીઝલ પકડાયું

Contact News Publisher

ચૂંટણી નજીક છે ? કે પછી , બાતમીદાર જાગૃત થઈ ગયા ? કે પછી ઠંડી ઓછી થવા લાગી છે ? કે પછી કોઈ રાજકીય જોર ઓછું થવા લાગ્યું છે ? કે પોલીસ પ્રજાનો મિત્ર અને સરકારનો ચોકીદાર છે એ સાબિત થઈ રહ્યું છે ?

જે હોય તે , પણ ખોટા ધંધા ઉપર ખાખી એ લાલ આંખ કરી હોય એવું દેખાઈ રહ્યું છે.

ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી, એકત્રીસ લાખ , ચાર હજાર , આઠ સો ની કિંમતનાં મુદામાલ સહીત ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી, (બાયો ડીઝલ) નો જથ્થો પકડી પાડતી, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ.
તારીખ 21 જાન્યુઆરીની રાતે,
ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમાથી, કુલ કિંમત રૂપિયા 3104800 ના મુદામાલ સહીત, ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) નો જથ્થો, પક્ડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ.
LCB ની ટીમ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ,તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે નેશનલ હાઇવે રોડ પાસે આવેલ સર્વે નંબર-૨૬૩ ,મીઠીરોહર કચ્છ આર્કેડ પુલ પાસે ,જીનામ પાર્કિંગ પ્લોટ કમ્પાઉન્ડમાં બેઈઝ ઓઇલ નો જથ્થો સંગ્રહ કરી, અન્ય ટેન્કરમાં પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) ભરેલ અને જે બેઝઓઈલ અન્ય આઈવા ડમ્પરમાં રાખેલ કેરબાઓમાં બાયો ડીઝલ ભરવાની પેરવી કરી રહેલ છે, જે આધારે ઉપરોકત જ્ગ્યાએ રેઇડ કરતા,

ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહી (બાયો ડીઝલ) નો જથ્થો મળી આવેલ હોય, આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક અંજારને સાથે રાખી, ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી અર્થે ,ગાંધીધામ એ ડીવીઝન પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.
આ ગુન્હામાં પડાયેલ આરોપીઓ પૈકી,
મિતેષ ભરતભાઈ ગોસ્વામી, ઉંમર વર્ષ ૨૫ ,રહેવાસી અંતરજાળ ,તાલુકો ગાંધીધામ.
તેમજ ,નગાભાઈ બીજલભાઈ આહીર, ઉંમર વર્ષ ૪૮ , રહેવાસી સંતોષી સર્કલ પાસે, આદિપુર કચ્છ.
જ્યારે રેડ દરમિયાન, હાજર ન મળી આવેલ આરોપીઓ પૈકી
મરત બાબુભાઈ આહી૨, રહેવાસી આદિપુર.
અને ડમ્પર નંબર- જીજે-૧૨-એ ડબ્લ્યુ-૫૦૮૪ ના માલીક.
આ બાયોડીઝલ રેડમાં , કબ્જે કરેલ મુદામાલમાં ,
પેટ્રોલીયમ પ્રવાહી(બાયો ડીઝલ ) – 20,000 લીટર જેની કિંમત રૂપિયા , 11 લાખ.
ડમ્પર GJ 12 Z 4417 , કિંમત રૂપિયા 10 લાખ.
અને ડમ્પર GJ 12 A W 5084 , કિંમત રૂપિયા 10 લાખ ,
બેરલ નંગ-૩૮ તથા અન્ય માલ સામાન કિંમત રૂપિયા ચાર હજાર આઠસો.
આમ કુલ મુદ્દામાલની કિંમત આશરે , 31 લાખ , 4 હજાર અને 8 સો થવા જાય છે.
આ કામગીરીમા, નાયબ પોલીસ અધીક્ષક ડી.એસ.વાઘેલા ,અંજાર વિભાગ, તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર, સોલંડી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતા.

સ્ટોરી બાય ,
માઁ આશાપુરા ન્યુઝ,
ગાંધીધામ બ્યુરો,
કચ્છ.

9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *