કચ્છમાં યુવાઓ પડકાર સામે લડવાને બદલે , ઘૂંટણિયે ટેકી દેતાં હોય એવું ચિત્રણ / બે યુવાઓની આત્મહત્યા

Contact News Publisher

કચ્છ જિલ્લામાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આજનો યુવા નાની નાની વાતોમાં હતાશ થઈ રહ્યો એમ , જીવન સામે બાથ ભીડવાને બદલે , પડકાર સામે ઘૂંટણ ટેકી દેતો જોવા મળે છે.હાલ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે , તે સમાજ માટે લાલબત્તી સમાન છે.
મોટાભાગના કિસ્સાઓમાં યુવા વયના લોકો ગળે ફાંસો ખાઈને જીદંગી ટૂંકાવી રહ્યા છે. ત્યારે વધુ બે યુવાનોના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. જેમાં રાપરના કારૂડા અને માંડવીના ગઢશીશા ગામે યુવાનોએ આપઘાત કરી લેતાં , અરેરાટી છવાઈ ફેલાઈ છે.
રાપર પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે, તાલુકાના કારૂડા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા, ૩૪ વર્ષિય બાબુભાઈ બિજલભાઈ કોલીએ ,કોઈ પણ અગમ્ય કારણોસર પોતાના ઘરે આડી સાથે ઓઢણા વડે ફાંસો ખાઈ લઈ, જીદંગી ટૂંકાવી લીધી હતી. બનાવની જાણ થતાં તેના નાના ભાઈ પ્રતાપભાઈ કોલીએ પોલીસમાં વિગતો નોંધાવી હતી. જેના પગલે રાપર પોલીસે મોતના કારણો જાણવા નિવેદન નોંધવા સહિતની, કામગીરી હાથ ધરી છે. વધુ એક આત્મહત્યાનો બનાવ માંડવી તાલુકાના ગઢશીશા ગામે બન્યો હતો, ગઢશીશા જુનાવાસ વિસ્તારમાં રહેતા, ૩ર વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈને, જીવન ટુંકાવી લેતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.પોલીસ દફતરેથી મળતી વિગતો મુજબ રાજેશ મુળજીભાઈ લોંચા નામના યુવાને , 22 જાન્યુઆરીનાં રાત્રે ૧૦ વાગ્યા પછી , પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો.
ગઢશીશા પોલીસ યુવાનના આપઘાતના ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

સ્ટોરી બાય :
માઁ આશાપુરા ન્યુઝ,
ક્રાઈમ બ્યુરો,
કચ્છ.
9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News