લ્યો, આ ચોર વરી નવું શીખ્યા / કારનાં કાચ તોડીને ચોરી કરનાર બે ચોર LCB નાં સાણસામાં

Featured Video Play Icon
Contact News Publisher

જો કારમાં કિંમતી સામાન રાખીને , સ્હેજ પણ આડાઅવળા થયા તો સાવધાન !
હાલ કચ્છમાં પણ ગાડીના કાચ કે દરવાજા તોડીને , કારમાંથી રોકડ કે કિંમતી સામાન ચોરી કરનાર તત્વો સક્રિય થયા છે.
ભુજમાં ચાર દિવસની અંદર બે અલગ અલગ સ્થળે , કારના કાચ તોડી તેમાં રહેલી મૂલ્યવાન ચીજવસ્તુ ચોરનારા, આવા જ બે ચોરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે.
આ બે ચોર ૧૬ જાન્યુઆરીના રોજ શહેરના હિલગાર્ડન પાસે , CRPF જવાનની કાર અને, ૨૦ જાન્યુઆરીની રાત્રે શરદબાગ પાસે ચંચળ ન્યુઝનાં માલિક – પત્રકાર સંજય ઉપાધ્યાયે પાર્ક કરેલી કારને ,નિશાન બનાવી તસ્કરી કરી હતી.
એલસીબીએ જૂની રાવલવાડીમાં ગણેશ મંદિર પાસે રહેતાં મહેશ હિરજી ફફલ અને વિનોદ મગનભાઈ એડીયાની ધરપકડ કરી ,તેમની પાસેથી કારમાંથી ચોરેલ લેપટોપ, આધારકાર્ડ વગેરે મુદ્દામાલ રીકવર કર્યો છે. એક મોટરસાયકલ અને બે મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે તેમની અટક કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસને સુપ્રત કરી દેતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એક ચોર જેનું નામ મહેશ છે તે, મૂળ માંડવીના ગોકુલવાસનો રહીશ છે ,અને અગાઉ પણ તે કારના કાચ તોડી ચોરીઓ કરવાના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.એમ. ગોહિલ અને સ્ટાફ જોડાયો હતો.

સ્ટોરી બાય :
માઁ આશાપુરા ન્યુઝ ,
ક્રાઈમ બ્યુરો ,
કચ્છ.

9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *