24 મી જાન્યુઆરીની સાંજ માંડવી પોલિસ સ્ટેશનનાં દાયરામાં આવતાં દારૂડિયાઓ માટે રંગીન ન બનીને ધૂંધળી બની હતી….

Contact News Publisher

તારીખ 24 જાન્યુઆરીનાં રોજ માંડવી પોલીસે ઝૂમ બરાબર ઝૂમ વારા તત્વોને બરાબરનાં ઝૂમતા કરી દીધા હતા, ગઈકાલે સાંજે પાંચ વાગ્યા આસપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ શિવાભાઈ પરમાર અને પોલીસ સ્ટાફ ટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાડા ગામે પહોચતાં તેમને મોબાઈલ ફોન આવેલ અને પોતે જણવેલ કે હુ સોનબાઈ ખેરાજ માતંગ ગામ મોટા લાયજા તાલુકો -માંડવીથી વાત કરુ છુ અને મારો દીકરો દિનેશ ખેરાજ માતંગ જે દેશીદારુ પી ને તોફાન કરે છે અને અભ્ય વર્તન કરે છે અને આખા ફળીયામાં જોર-જોર થી શોર-બકોર કરે છે અને અમારુ કહ્યુ માનતો નથી,

તો આપ સાહેબ અમારા ઘરે આવો અને મારા દીકરા દિનેશ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરો એમ વાત કરતાં પોલીસ સ્ટાફના માણસો મોટા લાયજા ગામે આવી તે વફોન ઉપર માહિતી આપનાર બહેનના બતાવ્યા મુજબ તેમના ઘર પાસે આવતાં શેરીમાં એક ઈસમ જોર જોર થી શોર-બકોર કરતો જોવામાં આવતાં તેને ચેક કરતાં તે કેફીપીણાના નશા તળે જણાતાં પોલીસે બે પંચોના માણસો ને બોલાવી તેમને હકિકતની સમજ કરી મળી આવેલ તે ઈસમનુ નામ-સરનામુ પુછતાં તેણે પોતે-પોતાનુ નામ દિનેશ ખેરાજ માતંગ ઉ.વ.૩૦ રહે-મોટા લાયજા તા-માંડવીવાળો હોવાનુ તોતડાતી જીભે અભદ્ર ભાષામાં જણાવેલ અને મજકુર ઈસમ નુ મોઢુ બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેક કરતાં આલ્કોહોલની હાજરી બતાવે છે.
પકડાયેલ ઈસમની આંખો નશા તળે લાલ અને ઘેરાયેલી હતી,
પકડાયેલ ઈસમને જાહેર રસ્તામાં સીધી લીટીમાં ચલાવી જોતાં તે પોતે પોતાના શરીરનુ સમતોલપણુ જાળવી
નથી શકતો , પકડાયેલ શખ્સ પાસે જાહેરમાં કેફીપીણુ પીવાના પાસ પરમીટ ના હતી.તે ઈસમના મોઢે આંખના ભાગે જુની ઈજા થયેલ અને જમણી આંખ ટાંકા લીધેલા જોવામાં આવે છે જે ઈજા શિરવા ગામે મો.સા.સ્લીપ થતાં થયેલાનુ મજકુર ઈસમ જણાવે છે.મજકુર ઈસમ જાહેરમાં કેફીપીણુ પી નશાયુક્ત હાલતમાં મળી આવેલ હોઇ જે અંગેનુ પંચનામુ કરી ઈસમને તેના અટકાયતના કારણોની જાણ કરી ધોરણસર અટક કરેલ હતી,
અન્ય પીધેલની વાત કરીએ તો પોલીસ હેડકોન્સ્ટેબલ દિલીપભાઇ લેબાભાઈ ડામોર તથા પોલીસ સ્ટાફના માણસો સાંજે 8 વાગ્યા આસપાસ માંડવી ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા સુમતીનાથ કોમ્પલેક્ષ પાસે રોડ પર આવતા બે ઇસમો રોડ પર લથડીયા ખાતી હાલતમા આવતા જોવામાં આવેલ જેથી ઇસમોને હાથનો ઇશારો કરી રોકી તેની પાસે જઇ તે ઇસમોનું નામ ઠામ પુછતા ઇસમના મોઢામાંથી કેફી પીણુ પીધેલાની તીવ્ર વાસ આવતાં નજીકમાં થી બે રાહદારી પંચોના માણસો બોલાવી પંચો રૂબરુ ઇસમનુ નામ-ઠામ પુછતા પોતે પોતાનુ નામ રોકી ઉર્ફે રાહુલ દેવરાજભાઇ ફુફલ(મહેશ્વરી) ઉ.વ.૨૫ રહે.ગોકુળવાસ,માંડવી-કચ્છ વાળો હોવાનુ તોતડાતી જીભે જણાવેલ તથા પીધેલ શખ્સની આંખો જોતા નશા તળે લાલઘુમ હોઇ હલન ચલન કરાવતા તે પોતે પોતાના શરીરનુ સમતોલપણુ જાળવી શકતો ન હોઇ કેફી પીણુ પિવા સબબ પાસ પરમીટની માંગણી કરતા પોતાની પાસે આવુ કોઇ પાસ પરિમટ નહી હોવાનુ જણાવેલ બાદ પંચો રૂબરૂ બીજા ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સુરેશભાઈ બાબુભાઈ કોલી ઉ.વ.૩૦ રહે. સીવીલ હોસ્પિટલના ગેટની સામે માંડવી કચ્છ વાળો હોવાનું જણાવેલ જેની ધોરણસર અટક કરવામાં આવી હતી.
અન્ય એક પીધેલ પણ પોલીસ પાંજરે પુરાયો હતો,
પોલીસ કોન્સ્ટેબલ ભાર્ગવભાઇ નાગજીભાઇ ચોધરી તથા પોલીસ હેડકોન્સ્ટેબલ પૃથ્વીરાજસિહ અને પોલિસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગમા ફરતા ફરતા સોનાવાળા નાકા ત્રણ રસ્તા પાસે આવતા એક ઇસમ લથડીયા ખાતો સામેથી રોડ ઉપર આવત ઓ જોવામાં આવેલ જેથી ઇસમને રોકી રાહદારી પંચ ને બોલાવી ઇસમનુ પંચો રુબરુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ કિશોર લાલજી પટેલ ઉ.વ ૪૦ રહે કલ્વાણરોડ માંડવી વાળો હોવાનુ તોતડાતી જીભે જણાવેલ જેથી ઇસમનુ પંચો રુબરુ મોઢુ સુધી સુધાડી જોતા કેફી પીણુ પીધેલાની તીવ્રવાસ આવતી હોય, ઇસમની આંખો જોતા નશા તળે લાલ ઘુમ જોવામાં આવતા મજકુર ઇસમને હલન ચલન કરાવી જોતા પોતે પોતાના શરીરનુ સમતોલ પણ જાળવી શકતો નથી જેથી જે અંગેનું પંચનામું પુરૂ થયે ઇસમની ધોરણસર અટક કરવામાં આવેલ હતી.
કિશોર લાલજી પટેલ ઉ.વ ૪૦ રહે કલ્વાણ રોડ માંડવી વાળો જાહેરમા ગેરકાયદેસર વગર પાસ-પરમીટે કેફીપીણુ પીધેલી હાલતમા મળી આવી પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય ધોરણસર થવા ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આમ , 24 મી જાન્યુઆરીની સાંજ માંડવી પોલિસ સ્ટેશનનાં દાયરામાં આવતાં દારૂડિયાઓ માટે રંગીન ન બનીને ધૂંધળી બની હતી….

અહેવાલ:
માઁ આશાપુરા ન્યુઝ,
ક્રાઈમ ફાઈલ,
માંડવી – કચ્છ , ગુજરાત.
9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News