બાંધકામોની વિગતો હવે આપના મોબાઇલ પર : પરવાનગી મેળવી બાંધકામ થયું છે કે કેમ તેની વિગત આમલોકો જોઇ શકશે

Contact News Publisher

ભુજ વિસ્તાર વીકાસ સત્તા મંડળની હદમાં ભાડાની પરવાનગી મેળવીને બાંધકામ થયું છે કે, કેમ તેની વિગત હવે સ્કેન કરી, વેબસાઇટ પર મુકાશે, જેથી હવેથી બાંધકામ સંબંધી માહિતી આર.ટી.આઇ. કરીને મેળવવાની જરૂર નહીં પડે અને સામાન્ય લોકો પણ વેબસાઇટ પર જોઇ શકશે.

જમીનના મહત્વના આધારો જેવા કે, 7-12ના જૂના-નવા પાનિયા, જૂની-નવી હક્કપત્રક નોંધો વગેરે લોકો વેબસાઇટ પર ઓનલાઇન જોઇ શકે છે અને મેળવી શકે છે તેવી જ રીતે ભાડાની હદમાં ભાડાની પરવાનગી મેળવીને થતા બાંધકામોની વિગતો હવે તેની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

ભુજના મદદનીશ કલેક્ટર અને ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, અગાઉ કોઇ વ્યક્તિ બાંધકામ કરતી હોય તો તેમણે ભાડામાંથી મંજૂરી મેળવી છે કે કેમ, તેની માહિતી મેળવવા માટે લોકો દ્વારા આર.ટી.આઇ. કરાતી હતી, જેથી હવેથી જે લોકો ભાડાની પરવાનગી મેળવીને બાંધકામ કરે છે તેવા લોકોની પરવાનગી અરજી કયારે આવી, બાંધકામની મંજૂરી કયારે અપાઇ તેને લગતી તમામ વિગતો હવે ભાડાની વેબસાઇટ પર મૂકવામાં આવશે. વધુમાં ભાડાનું રેકર્ડ પણ અદ્યતન કરવાની કામગીરી ચાલી રહી છે અને બાંધકાની પરવાનગી અરજી સહિતના આધારો સ્કેન કરાય છે.

ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અતિરાગ ચપલોતે જણાવ્યું હતું કે, કોઇપણ બિલ્ડર દ્વારા બાંધકામ શરૂ કરાય ત્યારે તેઓ દ્વારા ભાડામાંથી બાંધકામની પરવાનગી મેળવી છે તેવું બોર્ડ બાંધકામના સ્થળે લગાવવાનું રહેશે, આ માટે આગામી સમયમાં બાંધકામ સાથે સંકળાયેલા લોકોની સંસ્થા કાસિયા સાથે બેઠક કરીને આ મુદ્દે ચર્ચા કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *