રાજ્યપાલ જ્યારે માંડવીની મુલાકાતે હતા ત્યારે કોનવે માર્ગ ઉપર આંખલો ચડી આવતાં કોનવે ધીમો પડ્યો : માંડવી નગરપાલિકાની વધુ એક બેદરકારી આવી સામે

Contact News Publisher

જયારે કોઈ રાજકીય મહાનુભાવ જે તે વિસ્તારની મુલાકાતે હોય એ પહેલાંજ એમનાં પ્રવાસ વાળા વિસ્તારને એકાદ બે દિવસ પહેલાં સુરક્ષિત કરી દેવાતો હોય છે.
રસ્તા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતો હોય છે, રખડતાં ઢોર રસ્તા ઉપર ન આવી જાય એની તકેદારી લેવાતી હોય છે,
પણ માંડવી નગરપાલિકાની બેદરકારીને કારણે એક મોટી ચૂક દેખાતાં સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો.
વાત જાણે એમ છે..
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી માંડવીની મુલાકાતે હતા ત્યારે એમનાં કોનવે માં ન થવાનું થયું હતું, સદનશીબે કોઈ અનિચ્છનીય બનાવ તો ન બન્યો પણ માંડવી નગરપાલિકાની બેદરકારી સામે આવી ગઈ હતી.
રાજ્યપાલ માંડવી બીચ પાસેનાં રોડ ઉપર થી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક કોનવે માર્ગ ઉપર જ એક આંખલો આવી જતાં કોનવે ધીમો પડ્યો હતો.
જો આ આંખલો ભૂરાટો થયો હોત તો કોનવે ઉપર પસાર થતી કોઈપણ ગાડી હડફેટે ચડી હોત, અને આ મૂંગા અને નિર્દોષ પશુઓને ખબર નથી હોતી કે અહીંથી કોણ પસાર થઈ રહ્યું છે!
રાજ્યપાલનો કોનવે તૂટતા અનેક સવાલો માંડવી નગર પાલિકા સામે ઊભા થયા હતા , ત્યારે સવાલ એ થાય છે કે શું આવી બેદરકારી કરનાર માંડવી નગરપાલિકા નાં જવાબદાર લોક પ્રતિનિધિ અને તંત્ર સામે પગલાં લેવાશે?

જુઓ કઈ રીતે રાજ્યપાલનાં કોનવે ઉપર એક આંખલો આવી ચડ્યો હતો!

Video :

 

ગઈકાલે માંડવી નગર પાલિકાનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ને કડવો અનુભવ થયો એમ કહી શકાય , રાજ્યપાલ દેવવ્રતજી ખેતી અને પશુપાલનનાં હિમાયતી છે, ત્યારે એમને પણ દુઃખ થયું હશે કે માંડવી નગરપાલિકા વિસ્તારમાં ગૌવંશ રસ્તામાં રઝળી રહ્યું છે, એટલું જ નહીં કોઈ નિર્દોષને હડફેટે પણ લઈ રહ્યું છે.
સદનશીબે અહીં તો કંઈ ને થયું પણ જો કોઈ અનિછનીય બનાવ બને તો કચ્છનું નામ ખરાબ થાય એમાં બેમત નથી.

ABG શિપયાર્ડનાં મસમોટા ભ્રસ્ટાચાર વિશે રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલની પ્રેસકોન્ફ્રન્સ :

એવુ નથી આ માત્ર માંડવી નગરપાલિકાની બેદરકારી છે, આવી બેદરકારી કચ્છની લગભગ તમામ નગરપાલિકાની છે, આ તો છીંડે ચડ્યો એ ચોર જેવી વાત છે, પણ એક વાત ચોક્કસ છે કે જેટલી મોટી મોટી વાતો માંડવી નગરપાલિકા કરે છે એનાં અડધા પણ વિકાસનાં કામ કરે તોય પ્રજાનો ભયોભયો…

 

અહેવાલ :
જામ જયમલસિંહ એ.બી. જાડેજા
માઁ આશાપુરા ન્યુઝ,
Maa news live (All Social Media )
9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *