ધોળાવીરા : ગુજરાતની ચોથી અને ભારતની 40 મી હેરિટેજ સાઇટની મુલાકાતે ગુજરાત CM

Featured Video Play Icon
Contact News Publisher

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તારીખ 13 ફેબ્રુઆરી રવિવારનાં રોજ કચ્છના હેરિટેજ ધોળાવીરાની મુલાકાત લીધી હતી.
ભારતીય પરંપરાની ધરોહરને નિહાળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અતિ પ્રભાવિત થયા હતા.
મુખ્યમંત્રીની ધોળાવીરાની મુલાકાત સમયે રાજ્યના અધિક સચિવ સહિત વિવિધ ખાતા ના અધિકારી ઓ હાજર રહ્યા,
કચ્છનાં રાજકીય અગ્રણીઓ સાથે રહી વિગતોની નોંધ લીધી હતી.
કચ્છનાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જયારે કચ્છનું ધોળાવીરા હવે વિશ્વની ઐતિહાસિક ધરોહરમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે ત્યારે દેશ વિદેશમાં પ્રવાસીઓ અને આ દિશાએ અભ્યાસ કરતાં અભ્યાસુઓ પણ વિશ્વનાં ખૂણે ખૂણે થી મુલાકાત આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને ગુજરાત સરકાર પણ આ દિશાએ વધુને વધુ વિકાસ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે.
આ તકે ઘડુલી સાંતલપુર સાથે એકલ બાંભળકા માર્ગના વિકાસ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આજે જયારે વધુ એક મુખ્યમંત્રી આ ઐતિહાસિક ધરોહરની મુલાકાતે આવ્યા છે ત્યારે એક નજર કરીએ કચ્છ વાગડમાં આવેલ આજે આજે કચ્છનું નામ વિશ્વમાં જાણીતું કર્યું છે એ ધોળાવીરા વિશે સંક્ષિપ્તમાં જાણીએ….
હડપ્પન યુગમાં વિકસેલા ધોળાવીરા શહેરના પુરાતન સ્થળ ધોળાવીરાને ” યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ” સ્થાન મળ્યું છે. ધોળાવીરા એ ગુજરાતમાં ચોથી અને ભારતની 40 મી હેરિટેજ સાઇટ બન્યું છે. આ સાથે હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મેળવનારી ભારતની પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ નું પ્રથમ સ્થળ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 44માં અધિવેશનમાં 27 જુલાઈના રોજ હડપ્પન યુગના મહાનગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે.
ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પન સંસ્કૃતિના બે સૌથી મોટા નોંધપાત્ર ખોદકામમાંથી એક છે, જે 4500 વર્ષથી પણ જૂનું છે. અન્ય સાઇટ લોથલપ્રમાણમાં જાણીતી અને સરળથી પહોચી શકાય તેવી છે. ધોળાવીરા એ કચ્છના મટા રણમાં સ્થિત હડપ્પન માનસની એક અનોખી સમજની દેન છે. જેમાં વિશ્વની સૌથીપહેલી અને સુઆયોજિત જળ સંરક્ષણ પ્રણાલી છે. આ સાથે પ્રાચીન સિંધુ લિપિમાં લખેલા વિશ્વના પ્રાચીનતમ સાઇનબોર્ડ્સમાંથી એક ધોળાવીરામાં છે. ધોળાવીરનેસ્થાનિક ભાષામાં કોટડા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ મોટો કિલ્લો છે. ધોળાવીર ખદીર બેટના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં 100 હેક્ટરમાં અર્ધ-શુષ્ક જમીન પરફેલાયેલું છે, ધોળાવીર પાસે બે મોસમી વહેણ છે, જેમા ઉત્તરમાં માનસર અને દક્ષિણમાં મનહર વહે છે. ધોળાવીરાની આસપાસના વિસ્તારોમાં ચિંકારા, નીલગાય,ફ્લેમિંગો અને અન્ય પક્ષી જીવન જેવા વાઇલ્ડલાઇફ પણ જોવા મળે છે.

ધોળાવીરાની CM પટેલની મુલાકાતનો જુઓ વિડિઓ :

ધોળાવીરા સાઇટ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા 1967માં શોધવામાં આવ્યું હતું, પરંતુ 1990થી જ વ્યવસ્થિત રીતે ધોળાવીરામાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. કલાકૃતિઓમાં ટેરાકોટા માટીકામ, માળા, સોના અને તાંબાના આભૂષણો, મણકા, માછલી પકડવાના હૂક, પ્રાણીઓની મૂર્તિ, ઓજારો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી જહાજો કે જે મેસોપોટેમીયાથી દૂરની જમીન સાથેના વેપાર સંબંધોને સૂચવે છે. સિંધુ ખીણની લિપિમાં કોતરવામાં આવેલા 10 મોટા પથ્થર શિલાલેખો પણ મળી આવ્યા છે, સંભવત આ વિશ્વનું સૌથી પહેલું સાઇનબોર્ડ છે જે વણઉકેલ્યું છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો છે.
ધોળાવીરાએ 3 ભાગમાં એટલે કે મધ્યમ શહેર, નીચલું શહેર અને કિલ્લામાં વહેચાયેલું છે. સફાઈ માટે સારી રીતે બાંધવામાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ સાથેનો કિલ્લો, સુવ્યવસ્થિત રસ્તાઓ, કોમ્પલેક્ષ અને બેઠક વ્યવસ્થા ધરાવતુ એક વિશાળ સ્ટેડિયમ દર્શાવે છે કે, ધોળાવીરા એ પકવેલી ઇંટ અને પથ્થરના ચણતર અને સુશોભન સાથે તૈયાર કરવામાં આવેલું એક સુઆયોજિત નગર હતું. આ સાથે ધોળાવીરા પાસે વિશ્વની સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલી છે.
એક્રોપોલિસ કચ્છ જિલ્લાના હાલના ધોળાવીરા ગામની નજીક એક ટેકરી પર સ્થિત છે, જેથી તે ધોળાવીરા સાઇટ તરીકે ઓળખાય છે. ધોળાવીરાની શોધ વર્ષ 1968માં આર્ક્યોલોજીસ્ટ જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી. આર્ક્યોલોજીસ્ટ રવિન્દ્રસિંહ બીસ્તની દેખરેખ હેઠળ 1990 અને 2005ની સાલમાં ધોળાવીરા સાઇટ પર ખોદકામ દ્વારા પ્રાચીન નગર હોવાનું જાણવા મળ્યું હતું. ઇ.સ. પૂર્વે 1500 એટલે કે આજથી લગભગ 3500 વર્ષ પહેલા ધોળાવીરા એક વ્યાપારિક અને ઉત્પાદન મોટું કેન્દ્ર હતું.
પાકિસ્તાનમાં આવેલા મોહેં-જો-દડો, ગનવેરીવાલા અને હડપ્પા અને ભારતના હરિયાણામાં રાખીગઢી બાદ ધોળાવીરા IVCનું પાંચમું સૌથી મોટું મહાનગર છે. આ સ્થળે એક મજબૂત કિલ્લો, મધ્યમ ભાગ અને નિચેના ભાગનું શહેર છે. આ નગરના મકાનોમાં રેતીના પથ્થર કે ચૂનાના પથ્થરોથી બનેલી ઇંટ વાપરવામાં આવી છે, જે અન્ય હડપ્પન સાઇટમાં કાદવની ઇંટોથી બનેલી હતી.

જુઓ આજે શા માટે રેડિયો દિવસ મનાવવામાં આવે છે?

આર્ક્યોલોજીસ્ટ બીસ્તે જળસંચય, બાહ્ય કિલ્લેબંધી, બે મેદાન – જેમાંથી એકનો ઉપયોગ તહેવારો માટે અને બીજા મેદાનનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો, યુનિક ડિઝાઇન ઘરાવતા નવ દરવાજા, ઉત્તમ વાસ્તુકલા આધારિત બનેલું સ્મશાન, બૌદ્ધ સ્તૂપ બંધારણ જેમ બનેલા ગોળાર્ધની શોધ કરી હતી.

બીસ્તના જણાવ્યા મુજબ ધોળવીરામાં મળેલા સ્મારકો બૌદ્ધ સ્તૂપની માફક બનેલા જોવા મળે છે. જ્યારે અન્ય IVC સાઇટની કબરમાંથી માનવઅવશેષ મળ્યા હતા, તેનાથી વિપરિત ધોળાવીરામાંથી મનુષ્યના અવશેષો મળી આવ્યાં નથી. બીસ્ત આ વિશે જણાવે છે કે, આ સ્મારકોમાંથી રાખ કે અસ્થિ મળ્યા નથી, પરંતુ અન્ય કિંમતી પથ્થરો અને અન્ય વસ્તુઓ મળી છે. આ બાબતો હડપ્પન સંસ્કૃતિમાં એક નવીનતમ કડી જોડે છે.

હડપ્પન યુગમાં વિકસેલા ધોળાવીરા શહેરના પુરાતન સ્થળ ધોળાવીરાને મંગળવારના રોજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. ધોળાવીરા એ ગુજરાતમાં ચોથી અને ભારતની 40મી હેરિટેજ સાઇટ બન્યું છે. આ સાથે હેરિટેજ સાઇટ તરીકે દરજ્જો મેળવનારી ભારતની પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિ નું પ્રથમ સ્થળ છે. ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીના 44માં અધિવેશનમાં 27 જુલાઈના રોજ હડપ્પન યુગના મહાનગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે. યુનેસ્કોએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી.

ધોળાવીરાનો પરિચય
ધોળાવીરા એ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પન સંસ્કૃતિના બે સૌથી મોટા નોંધપાત્ર ખોદકામમાંથી એક છે, જે 4500 વર્ષથી પણ જૂનું છે. અન્ય સાઇટ લોથલપ્રમાણમાં જાણીતી અને સરળથી પહોચી શકાય તેવી છે. ધોળાવીરા એ કચ્છના મટા રણમાં સ્થિત હડપ્પન માનસની એક અનોખી સમજની દેન છે. જેમાં વિશ્વની સૌથીપહેલી અને સુઆયોજિત જળ સંરક્ષણ પ્રણાલી છે. આ સાથે પ્રાચીન સિંધુ લિપિમાં લખેલા વિશ્વના પ્રાચીનતમ સાઇનબોર્ડ્સમાંથી એક ધોળાવીરામાં છે. ધોળાવીરનેસ્થાનિક ભાષામાં કોટડા તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ મોટો કિલ્લો છે. ધોળાવીર ખદીર બેટના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં 100 હેક્ટરમાં અર્ધ-શુષ્ક જમીન પરફેલાયેલું છે, ધોળાવીર પાસે બે મોસમી વહેણ છે, જેમા ઉત્તરમાં માનસર અને દક્ષિણમાં મનહર વહે છે. ધોળાવીરાની આસપાસના વિસ્તારોમાં ચિંકારા, નીલગાય,ફ્લેમિંગો અને અન્ય પક્ષી જીવન જેવા વાઇલ્ડલાઇફ પણ જોવા મળે છે.

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો
ધોળાવીરા સાઇટ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા 1967માં શોધવામાં આવ્યું હતું, પરંતુ 1990થી જ વ્યવસ્થિત રીતે ધોળાવીરામાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. કલાકૃતિઓમાં ટેરાકોટા માટીકામ, માળા, સોના અને તાંબાના આભૂષણો, મણકા, માછલી પકડવાના હૂક, પ્રાણીઓની મૂર્તિ, ઓજારો, ભઠ્ઠીઓ અને કેટલાક આયાતી જહાજો કે જે મેસોપોટેમીયાથી દૂરની જમીન સાથેના વેપાર સંબંધોને સૂચવે છે. સિંધુ ખીણની લિપિમાં કોતરવામાં આવેલા 10 મોટા પથ્થર શિલાલેખો પણ મળી આવ્યા છે, સંભવત આ વિશ્વનું સૌથી પહેલું સાઇનબોર્ડ છે જે વણઉકેલ્યું છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેની સૌથી અગત્યની શોધો છે.

ધોળાવીરામાં છે વિશ્વની સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલી
ધોળાવીરાએ 3 ભાગમાં એટલે કે મધ્યમ શહેર, નીચલું શહેર અને કિલ્લામાં વહેચાયેલું છે. સફાઈ માટે સારી રીતે બાંધવામાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ સાથેનો કિલ્લો, સુવ્યવસ્થિત રસ્તાઓ, કોમ્પલેક્ષ અને બેઠક વ્યવસ્થા ધરાવતુ એક વિશાળ સ્ટેડિયમ દર્શાવે છે કે, ધોળાવીરા એ પકવેલી ઇંટ અને પથ્થરના ચણતર અને સુશોભન સાથે તૈયાર કરવામાં આવેલું એક સુઆયોજિત નગર હતું. આ સાથે ધોળાવીરા પાસે વિશ્વની સૌથી પ્રાચીન જળ સંરક્ષણ પ્રણાલી છે.

ધોળાવીરા સાઇટ પર થયેલા શોધ અને સંશોધન
IVC એક્રોપોલિસ કચ્છ જિલ્લાના હાલના ધોળાવીરા ગામની નજીક એક ટેકરી પર સ્થિત છે, જેથી તે ધોળાવીરા સાઇટ તરીકે ઓળખાય છે. ધોળાવીરાની શોધ વર્ષ 1968માં આર્ક્યોલોજીસ્ટ જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી. આર્ક્યોલોજીસ્ટ રવિન્દ્રસિંહ બીસ્તની દેખરેખ હેઠળ 1990 અને 2005ની સાલમાં ધોળાવીરા સાઇટ પર ખોદકામ દ્વારા પ્રાચીન નગર હોવાનું જાણવા મળ્યું હતું. ઇ.સ. પૂર્વે 1500 (1500 BC) એટલે કે આજથી લગભગ 3500 વર્ષ પહેલા ધોળાવીરા એક વ્યાપારિક અને ઉત્પાદન મોટું કેન્દ્ર હતું.

ધોળાવીરા સાઇટની વિશેષતાઓ
પાકિસ્તાનમાં આવેલા મોહેં-જો-દડો, ગનવેરીવાલા અને હડપ્પા અને ભારતના હરિયાણામાં રાખીગઢી બાદ ધોળાવીરા IVCનું પાંચમું સૌથી મોટું મહાનગર છે. આ સ્થળે એક મજબૂત કિલ્લો, મધ્યમ ભાગ અને નિચેના ભાગનું શહેર છે. આ નગરના મકાનોમાં રેતીના પથ્થર કે ચૂનાના પથ્થરોથી બનેલી ઇંટ વાપરવામાં આવી છે, જે અન્ય હડપ્પન સાઇટમાં કાદવની ઇંટોથી બનેલી હતી.

આર્ક્યોલોજીસ્ટ બીસ્તે જળસંચય, બાહ્ય કિલ્લેબંધી, બે મેદાન – જેમાંથી એકનો ઉપયોગ તહેવારો માટે અને બીજા મેદાનનો ઉપયોગ બજાર તરીકે કરવામાં આવતો હતો, યુનિક ડિઝાઇન ઘરાવતા નવ દરવાજા, ઉત્તમ વાસ્તુકલા આધારિત બનેલું સ્મશાન, બૌદ્ધ સ્તૂપ બંધારણ જેમ બનેલા ગોળાર્ધની શોધ કરી હતી.

બીસ્તના જણાવ્યા મુજબ ધોળવીરામાં મળેલા સ્મારકો બૌદ્ધ સ્તૂપની માફક બનેલા જોવા મળે છે. જ્યારે અન્ય IVC સાઇટની કબરમાંથી માનવઅવશેષ મળ્યા હતા, તેનાથી વિપરિત ધોળાવીરામાંથી મનુષ્યના અવશેષો મળી આવ્યાં નથી. બીસ્ત આ વિશે જણાવે છે કે, આ સ્મારકોમાંથી રાખ કે અસ્થિ મળ્યા નથી, પરંતુ અન્ય કિંમતી પથ્થરો અને અન્ય વસ્તુઓ મળી છે. આ બાબતો હડપ્પન સંસ્કૃતિમાં એક નવીનતમ કડી જોડે છે.

ધોળાવીરનો ઉદય અને પતન
તાંબાની ધાતુના અવશેષો દર્શાવે છે, કે ધોળાવીરામાં રહેતા હડપ્પન્સ ધાતુશાસ્ત્રના જાણકાર હતા. એવું માનવામાં આવે છે કે, ધોળાવીરાના વેપારીઓ હાલના રાજસ્થાન અને ઓમાન અને UAEમાંથી કોપરનો કાચો માલ લાવીને તેમાંથી તૈયાર થયેલા ઉત્પાદનોની નિકાસ પણ કરતા હતા. આ સાથે ધોળાવીરા નગર મણકા અને અર્ધ કિંમતી પથ્થરમાંથી બનાવેલા ઘરેણાનું ઉત્પાદનનું કેન્દ્ર પણ હતું. આ સાથે તેઓ લાકડાની ચીજવસ્તુ જેમ કે દરવાજા ઇત્યાદિનો પણ નિકાસ કરતા હતા

હડપ્પન હસ્તકળાથી બનાવવામાં આવેલી આવી વિચિત્ર માળા મેસોપોટેમીયાની શાહી કબરોમાંથી પણ મળી આવી છે, જે દર્શાવે છે કે ધોળાવીરા મેસોપોટેમીયનો સાથે વેપાર કરતા હતા. મેસોપોટેમીયાના પતનની સાથે હડપ્પન્સમાં જે દરિયાઇ લોકો હતા તેમને એક વિશાળ બજાર ગુમાવ્યું હતું. જેની અસર સ્થાનિક ખાણકામ, ઉત્પાદન, માર્કેટિંગ અને નિકાસ વ્યવસાયો પર પડી હતી.

2000 પૂર્વેથી ધોળાવીરા હવામાન પરિવર્તન અને સરસ્વતી જેવી નદીઓ સુકાઈ જવાને કારણે લાંબા દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. દુષ્કાળ બચવા માટે લોકો ગંગા ખીણ તરફ અથવા તો દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. ખદીર ટાપુની આજુબાજુ કચ્છનું મોટુ રણ છે, જેના પર ધોળાવીરા સ્થિત છે, તે એક બંદર પણ હતું, પરંતુ સમુદ્ર ધીરે ધીરે પાછો ખસતો ગયો અને આ વિસ્તાર રણપ્રેદેશમાં ફેરવાઇ ગયો હતો.

આશા રાખીએ હવે જયારે ધોળાવીરાને વૈશ્વિક દરજ્જો મળ્યો છે ત્યારે એ દરજ્જા અને જવાબદારીનું વહન કરીને આપણી કચ્છી હોવાની ફરજ નિભાવીએ.

અહેવાલ : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

માઁ આશાપુરા ન્યુઝ.

All social media : maa news live

9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *