કચ્છની પ્રખ્યાત કોપર બેલ છેક અમેરિકા સુધી રણકી : પ્રધાનમંત્રી પણ થયા પ્રભાવિત

Contact News Publisher

કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી માટે પ્રખ્યાત છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ એક માત્ર એવું ગામ છે જ્યાં કોપરના બેલ બનાવવામાં આવે છે. અહીંના કારીગર દ્વારા બનાવવામાં આવેલ કોપર બેલનુ આર્ટવર્ક વડાપ્રધાન મોદીએ પણ 25 હજારમાં ખરીધું છે. કચ્છનું નીરોણાં પંચતીર્થી તરીકે ઓળખાય છે અહીં 5 કળા કારીગરી પ્રખ્યાત છે, જેમાંથી કોપર બેલ છેક અમેરિકા સુધી રણકી છે.

કોપર બેલનું આર્ટ વર્ક 300 વર્ષ જૂનું છે. કચ્છની મુસ્લિમ લુહાર કોમ્યુનિટીના કલાકારોએ આજે પણ મેટલના બેલ બનાવવાની જુની પરંપરાને જાળવી રાખી છે. આ કોમ્યુનિટીનું મૂળ સિંધ પ્રદેશ છે. આ કોમ્યુનિટીના ભાઇઓ મેટલને રીસાઇકલ કરીને તેમાંથી બેલ બનાવે છે. કોપર બેલ આમ તો લોખંડમાંથી બનાવવામાં આવે છે. જેમાં પિત્તળ અને તાંબાનું કોટિંગ પણ કરવામાં આવે છે. કુલ 14 પ્રકારના કોપર બનાવવામાં આવે છે. હાલ યુવાનોમાં આ બેલ ખૂબ જ લોકપ્રિય છે.

દિલ્હીના ઇન્ડિયા ગેટ પાસે હુન્નર હાટ નામનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ અહીં રાખવામાં આવેલા તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી અને એક સ્ટોલમાં કોપરના ઘંટ વગાડી સંગીતનો લહાવો લીધો હતો. આ સ્ટોલ નિરોણા ગામના કારીગરનો હતો. અહીં કચ્છ જિલ્લાની ત્રણ કળાઓ કોપર બેલ, બ્લોક પ્રિન્ટીંગ અને મડવર્કના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ કોપર બેલની કળાથી પ્રધાનમંત્રી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓએ 25000ની કિંમતના બેલની ખરીદી પણ કરી હતી. સાથે સાથે આ કળા બદલ અમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *