નલિયા-માંડવી હાઈવે પર માલવાહક ટ્રેલરમાં આગ લાગતા ટ્રાફિક અવરોધાયો,

Contact News Publisher

ભુજ

બર્નિંગ ટ્રેલર

નલિયા-માંડવી હાઈવે પર માલવાહક ટ્રેલરમાં આગ લાગતા ટ્રાફિક અવરોધાયો, એરફોર્સના ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી

ટ્રેલરની ચાલક કેબિનમાં અચાનક આગ લાગી ઉઠી હતી

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા નલિયા પાસેના માંડવી ધોરીમાર્ગ પર આજે બુધવારે સવારે ભાનાડા એરફોર્સ કેમ્પ પાસે માલવાહક ટ્રેલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે માર્ગની બન્ને તરફ થોડીવાર માટે વાહન વ્યવહાર બાધિત થયો હતો. જોકે આગ લાગવાની જાણ ચાલકને થઈ જતા તે સમયસૂચકતા વાપરીને ટ્રેલરમાંથી ઉતરી ગયો હતો. જેના કારણે તેનો જીવ પણ બચી ગયો હતો. આગને નજીકમાં રહેલા એરફોર્સ કેમ્પના ફાયર ફાઇટર દ્વારા કાબુમાં લેવાઈ હતી. આ કામગીરીમાં એટફોર્સના જવાનો પણ જોડાયા હતા.

જુઓ વિડીયો :

રાપર વાગડ માં મોરાગઢમાં બિરાજમાન માઁ મોમાઈ મઁદિરે આવ્યો રૂડો અવસર

નલિયા માંડવી રાજ્ય ધોરીમાર્ગ પરના નલિયાથી 3 કિલોમીટર દૂર આવેલા ભાનાડા એરફોર્સ નજીક આજે સવારે માલ ભરીને માંડવી તરફ આગળ જઈ રહેલા ટ્રેલરમાં કેબિન વિભાગમાં આગ લાગી ઉઠી હતી. જેને નજીકના એરફોર્સ કેમ્પના ફાયર વિભાગ દ્વારા કાબુમાં લેવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *