ગાંધીધામમાં અત્યંત આધુનિક આરોગ્ય સેવાઓ જનરલ સર્જરી અને દંત વિભાગનો શુભારંભ

Contact News Publisher

ગાંધીધામમાં અત્યંત આધુનિક આરોગ્ય સેવાઓ જનરલ સર્જરી અને દંત વિભાગનો શુભારંભ

૧૬ વર્ષથી કાર્યરત તપ હોસ્પિટલ આદિપુર ખાતે આજરોજ નવા બે વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા છેલ્લા કેટલાય સમયથી રામબાગ હોસ્પિટલમાં પોતાનું નામ બનાવનાર, જેમણે કોરોના માં પણ ખડા પગે પોતાની સેવાઓ આપી હતી.

ગાંધીધામમાં આવેલ ગણેશનગરમાં ગેસ એજન્સીની દુકાને બાટલો ફાટતાં બાળકી દાઝી ,

જુઓ વીડિયો

તેમજ બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે પોતે અવિરત સેવા આપી રહ્યા છે અને ગાંધીધામની પ્રજા માટે જનરલ સર્જરીમાં એક આશાનું નવું કિરણ કે જેમાં અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે પેટ છાતી મગજ લીવર કિડની આતરડા પિતાશય તેમજ અન્ય પ્રકારની સર્જરી ના તમામ ઓપરેશનનો બહુ જ સફળતાપૂર્વક કરનાર તથા ગંભીર કહેવાતા કેન્સરના ઓપરેશનો વગેરે કરી બહુ જ મોટી નામના મેળવનાર ડો.કીશન કટુયા હવે પોતે પ્રાઈવેટમાં પણ મળશે .

તે જાણી ગાંધીધામ વાસીઓએ બહુ જ આનંદની લાગણી અનુભવી હતી તે જ રીતે છેલ્લા બે વર્ષથી કાર્યરત ડો. અંજની ખડીયા પણ હવે પોતાની ડેન્ટલની સેવાઓ અત્યંત આધુનિક ટેકનૉલૉજી જોડે તપ હોસ્પિટલ ખાતે શરૂ કરશે અત્રે એ જણાવવું ઉલેખનીય છે કે ડો. અંજની ખડિયા એ પોતે ડો. બળવંત ખડિયા ઓર્થોપેડિક સર્જન તપ હોસ્પિટલના સુપુત્રી છે અને જેમણે પણ કોરોના વખતે રામબાગ માં પોતાની સેવાઓ આપેલ.

આજરોજ મંગલ સેવાનો શુભારંભ કરતાં સવારે આરતી-પૂજન યજ્ઞ વગેરે કરવામાં આવ્યા હતા તેમ જ બંનેના માતૃશ્રી માયાબેન ખડીયા તેમજ દક્ષાબેન કટુયા દ્વારા અને તમામ સગા સંબંધીઓ મિત્રો સહિતની હાજરી માં બંને વિભાગને ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હર્ષ સાથે ગઢવી સમાજ, મહેશ્વરી સમાજ આગ્રગણ્યૉ,IMA ના ડોકટરસ, THO CDHO સહીત સરકારી કર્મચારીઑ તેમજ ગાંધીધામમાં પ્રેક્ટિસ કરતા તમામ પેથી ના ડૉકટરસ અને અનેક એનજીઓ સંસ્થાના અગ્રણીઓએ હાજરી આપી સેવાઓને બિરદાવી હતી.આમ હવે પછી એક જ સ્થળે સર્જરી, ઓર્થોપેડિક, મસાગંદર,દંત ફીજીઑથેરાપીની સેવાઓ એક જ તપ હોસ્પિટલ ખાતે રેગ્યુલર નિયમિત મળશે. IMA પ્રેસિડેન્ટ અને તપ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર બળવંત ગઢવીએ જણાવ્યું હતું કે સમય સાથે આવી સેવાઓ એ સમયની માંગ છે અને જરૂરિયાત છે સમય સાથે બદલાતા આરોગ્યના માળખાઓ ને ધ્યાનમાં રાખી અને અત્યારે એક જગ્યાએ આ બધું મળી રહે તે બહુ જ આવકાર્ય છે.

અહેવાલ :

નીરવ ગોસ્વામી ,

માઁ આશાપુરા ન્યુઝ ,

ગાંધીધામ બ્યુરો ,

9725206125 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *