તે મારી પત્ની ની છેડતી કેમ કરી તેમ કહી માંડવીની સરકારી કચેરીમાં યુવાન ને માર મરાયો ,

Contact News Publisher

છેલ્લા બે-ચાર દિવસ થી માંડવી શહેર અને તાલુકામાં સરકારી કચેરી ચર્ચાનો વિષય બની છે વાત જાણે એમ બની કે થોડાક દિવસ પહેલા સરકારી કચેરીમાં વહીવટી કામકાજ ચાલુ હતો અને તે દરમિયાન સરકારી મહિલા કર્મી નો પતિ ઓચિંતો ચેમ્બર માં આવે છે અને કોમ્પ્યુટર પર કામ કરી રહેલા યુવાનને કચેરી માં બેઠેલા અધિકારી અને અન્ય લોકો ની વચ્ચે ધેક બુસટ નો માર મારીને ચાલ્યો જાય છે જેની ફરિયાદ કરવા યુવાન તો આગળ ના આવ્યો પરંતુ સરકારી મહિલા કર્મી યુવાન ની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી જાય છે તેમનું કહેવું હોય છે કે યુવાને મારી છેડતી કરી, ચાલુ કચેરી માં સરકારી કામકાજ દરમિયાન મારામારીની ઘટના બનવી અને તેમાં પણ અધિકારીઓની હાજરી અને બીજા ગણ્યાગાંઠયા લોકોની હાજરી વચ્ચે આ બનેલા બનાવે શહેર અને તાલુકામાં ભારે ચર્ચા જગાવી છે.

માં આશાપુરા ન્યૂઝ ચેનલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી હતી ત્યારે બંને પક્ષો ત્યાં પોલીસ સ્ટેશનમાં એકઠા થયા હતા ઘટના શું બની તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે જાણવા મળ્યું કે સરકારી મહિલા કર્મી એ જણાવ્યું કે તે યુવાને મારી છેડતી કરી હતી એટલે મારો પતિ કચેરીમાં આવ્યો હતો અને યુવાનને મારીને ચાલ્યો ગયો હતો. તો યુવાનના પરિવારનો ત્યાં સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે સરકારી કચેરીમાં આવીને ખુલ્લેઆમ મારપીટ કરવી અનેએ પણ અધિકારી ની હાજરી માં એ મોટો ગુનો બને છે સરકારી કામકાજ માં રુકાવટ નાખવી અને આમાં અધિકારીઓની વચ્ચે આવીને ઓચિંતાનું મારવુ એ કેટલી હદે યોગ્ય કહેવાય , કોઈ વાંક કે કોઈ ગુના વગર સીધું આવીને તૂટી પડવું એ કેટલી હદે બોલો યોગ્ય કહેવાય કાલ સવારે તો બીજું કાંઈ પણ કરી શકે એમ યુવાનના વડીલોએ જણાવ્યું હતું.

તો સરકારી મહિલા કર્મી એ જણાવ્યું હતું કે મારી છેડતી કરી તો બીજી વાર પણ મારી ઉપર આવું બની શકે છે મારા અધિકારીએ પણ કોઈ પગલાં લીધા નહીં , તો બીજીવાર છેડતીની ઘટના ન બને તે માટે હું આ ફરિયાદ કરવા આવી છું, સરકારી કચેરીમાં કામકાજ કરતા યુવાનના વડીલોએ અને સરકારી મહિલા કર્મી બંને પક્ષ ને સમાધાનકારી વલણ તો અપનાવવું હતું પરંતુ એમાં અમુક માંગો પણ હતી જેનાથી સમાધાન અટકતું હતું યુવાનના માતા-પિતા અને વડીલોએ જણાવ્યું કે સરકારી મહિલા કર્મી નો પતિ અમારી જો માફી માંગી લે તો અમે ફરિયાદ પાછી ખેંચી લઈએ તેમનું કહેવું હતું કે સરકારી કચેરીમાં કોઈપણ ગુના વગર મારપીટ કરવી એ કેટલી હદે યોગ્ય કેવાય.

મહિલા એ કહ્યું હતું કે અમે માફી કેમ માગીએ અમારે તો ફરીયાદ જ કરવી છે જો કે મહિલા સાથે આવેલા અન્ય બે ચાર લોકો એ જણાવ્યું કે હાલો અમે માફી પત્ર લખી આપીએ અને જો કાલ સવારે યુવાન અને વડીલો ફરી જાય અને વળી ફરિયાદ કરે તો ,તો આ બધા પ્રશ્નો વચ્ચે સમાધાન થતું ન હતું.
હવે મિત્રો તમને નવાઈ લાગી હશે કે આ કયો સરકારી ખાતો છે કઈ કચેરી છે અને મહિલા કર્મી કોણ છે યુવાન કોણ છે એ બધા તમને પ્રશ્નો થતા હશે તો મહેરબાની કરી અને આ ચર્ચાને અહીં જ પુર્ણવિરામ કરી આપ્યો આપને ખાસ વિનંતી છે કે મેસેજ પણ ન કરજો કે 25 વરસ ની આસપાસ નો યુવાન કોણ હતો , અંદાજે 40 વરસ ની વય ની આસપાસ ની આ મહિલા કોણ હતી એવા પ્રશ્નો આપ ને જરૂર થશે પણ એ પૂછવાની અમો ને તસ્દી ન લેજો એ જ સારું રહેશે
મા આશાપુરા ન્યૂઝ ચેનલ આ બધું ગુપ્ત રાખશે ફરિયાદ થાય તો પણ મહિલાનું નામ ન આવે અને યુવાન જો 18 વર્ષથી નીચે નો હોય તો એનો નામ ન આવે જોકે 20 થી 25 વરસ ના યુવાન નું નામ જો ફરિયાદ થાય તો નામ જાહેર થાય જેનાથી તેની કારકીર્દી ને અસર થાય ,
મહિલા કર્મી ની છેડતી થવા નો આક્ષેપ અને યુવાન ની માર મારવાની આ ઘટના બનેલા બનાવે તે બંને પક્ષો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવાયું હતું અને આ બને પક્ષો વચ્ચે આ ઘટના પર પૂર્ણવિરામ મુકાયો હતો , કોર્ટ-કચેરી અને પોલીસ ખાતા ના ધક્કા ખાવા એના કરતાં તેમણે વિચાર્યું કે બંને પક્ષોએ જો સમાધાન થઇ જાય તો ભયો ભયો ,
આ જે ઘટના થોડાક દિવસ પહેલાં બની હતી અને જે ચર્ચામાં રહી છે એના ઉપર હવે આપણે પૂર્ણવિરામ મૂકી દઈએ તો જ સારું રહેશે અને હવે આવી ઘટનાઓ ન બને તે માટે આપણે સાવધાન કહીએ
ખરેખર છેડતી કરાઇ ને કચેરીમાં કાયદો હાથ માં લઇ ને ખૂલેઆમ માર મારવો એ બધું તપાસનો વિષય છે આવી ઘટનાઓ રોજ-બરોજ બનતી હોય છે ઘણીવાર ફરિયાદ થાય છે તો તેનાથી કોર્ટ-કચેરીમાં કેસો ચાલે છે તો ઘણીવાર સમાધાન પણ થઇ જતું હોય છે તો આપણે આશા રાખીએ કે હાલમાં જે છેડતી બળાત્કાર ના બનાવો ખુલેઆમ મર્ડર કરવો , ચોરીઓ લૂંટફાટ થવી જેવી ઘટનાઓ રોજ બરોજ બનતી હોય છે જે ન બને , એ આપણા સૌની જોવાની ફરજ છે
પોલીસ ખાતા ને અને વકીલઆલમ ને અમુક લોકો ખરેખર બદનામ કરતા હોય છે ત્યારે આ જે ઘટના બની એમાં ભડકો કરવાને બદલે ખરેખર પોલીસ સાથે વકીલે અને બને પક્ષો ના આગેવાનો વડીલો એ જે સમાધાનકારી વલણ અપનાવયુ છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *