કચ્છમાં બે દિવસમાં વાડીમાં આગનો બીજો બનાવ, ભુજના વડજર ગામે કેળાની વાડીમાં આગ લાગતાં વ્યાપક નુકસાન

Contact News Publisher

કચ્છમાં ઉનાળાની ઋતુના પગરવ સાથે બપોરના સમયે આંશિક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તેની સાથે વાડી વિસ્તારમાં આગના બનાવ સામે આવતા અચરજ ફેલાઈ રહ્યું છે.

ગઈકાલે મંગળવારે મુન્દ્રાના નાના કપાયા પાસેના વાડી વિસ્તારમાં આગના બનાવ બાદ આજે બુધવારે ભુજ તાલુકાના વડજર ગામે કેળાની વાડીમાં આગ લાગી હતી. આગના કારણે કેળાના ઉભા પાકમાં વ્યાપક નુકસાન પણ પહોંચ્યું હતું. જો કે ભુજ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પાણી દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.

ભુજના વડજર ગામે આવેલી પૃથ્વીરાજ સોઢાની વાડીમાં આજે બુધવારે બપોરે અગમ્ય કારણોસર આગ લાગી ઉઠી હતી. જે કેળાના ઉભા પાક સુધી ફેલાઈ ગઈ હતી. આગની જાણ થતાં ભુજ ફાયર વિભાગના રવિરાજ ગઢવી, રફીક ખલિફા અને સત્યજિત ઝાલાએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *