કોરોનાની ત્રીજી લહેર અંત ભણી, તેમ છતાં કચ્છમાં હજુ પણ રોજિંદા ૧૦૦ જેટલા દર્દીઓ ઓક્સિજન ઉપર

Contact News Publisher

કોરોનાની બીજી લહેરમાં ડેલ્ટા વાયરસના કહેરમાં મેડિકલ ઓક્સિજનની જરૂર લોકજીભે ચર્ચાતી હતી. આ સમયે ખપત અને અછતમાંથી બોધપાઠ લઇ ૨૬ જેટલા ઓક્સિજન પ્લાન્ટ સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો અને વધારાના આરોગ્ય કેન્દ્રો ઊભા કરાયા છે. આજે પણ કચ્છમાં કોવિડના દર્દીઓની ભલે ઓક્સિજનની જરૂરત ઘટી છે, આમ છતાં રોજિંદા 100 જેટલા વિવિધ પ્રકારના દર્દીઓને વેન્ટિલેટર, બાયપેપ કે અન્ય રીતે ઓક્સિજન ઉપર રાખવા પડે છે.

કચ્છમાં કોરોનાની ભયાવહ સ્થિતિ બાદ સરકાર અને સંસ્થાઓના સહયોગે ૨૬ પીએસએ-ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાયા જેની ક્ષમતા દર મિનિટે 11,472 મતલબ 2462 સિલિન્ડર જેટલી થાય છે.ઓક્સિજનની હોસ્પિટલોમાં જરૂરત રહે છે તેવા વિભાગોમાં ઇમરજન્સી, ક્રિટિકલ, હૃદયરોગનો હુમલો, સાત માસે જન્મેલા બાળકો, એનઆઇસીયુ, આઇસીયુ વગેરેમાં દર્દીની તકલીફ મુજબ વત્તા-ઓછા દિવસ રખાય. જ્યારે હંગામી સમય માટે ઓક્સિજનની જરૂર ઓપરેશનવાળા, હાડકાં,ગાયનેક, મગજ, હૃદય, કિડની સંબંધી તકલીફવાળાને રહે છે.

વ્યાજખોરોના વધતા જતા ત્રાસ થી ડી વાય એસ પી કચેરીએ લોક દરબાર નું આયોજન

ઓક્સિજનની જરૂર શિયાળામાં ફેફસાં ફૂલી જાય, દમ, અસ્થમાના દર્દીઓને ખૂબ જ રહે છે.કચ્છમાં રોજિંદા 100 જેટલા દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિવિધ તકલીફ માટે ઓક્સિજનની જરૂર ઊભી થતી હોવાનું ગુજરાત ફિઝિશિયન એસો.ના પૂર્વ પ્રમુખ ડો. પી. એન. આચાર્યે જણાવ્યું હતું. જિલ્લાના કુલ્લ 100 જેટલા દર્દીઓ પૈકી સૌથી વધારે અંદાજે 40થી 50 દર્દીને અલગ અલગ વિભાગ જેવા કે ટીબી, અસ્થમા, છાતી, ઇમરજન્સી, આઇસીયુ, બાળકોના એનઆઇસીયુ, પ્રસૂતિના ઓપરેશનવાળા કેસ માટે જરૂર રહે છે.

આ માટે અંદાજે રોજ દોઢથી બે મેટ્રિક ટન ઓક્સિજનની ખપત રહે છે. ઓક્સિજનના પીએસએ પ્લાન્ટ વીજળીથી ચાલે છે. વીજફોલ્ટ સર્જાય ત્યારે ઓક્સિજન સંગ્રહમાંથી અડધો કલાક વપરાય છે. જેમાં પ્રવાહી ઓક્સિજન બીજી કંપનીઓમાંથી મગાવીને ભરાય છે તેવું હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણીએ જણાવ્યું હતું. ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં રોજિંદા ચારેક દર્દીને ઓક્સિજનની જરૂર રહેતી હોવાનું ફિઝિશિયન ડો. આશિષ માંકડિયાએ જણાવ્યું હતું. ઓક્સિજનના પીએસએ પ્લાન્ટની ક્ષમતા એલપીએમ (લિટર પર મિનિટ) મુજબ અંદાજે 22 ટકા સિલિન્ડર થાય છે.
અંજારની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 167નો ટોરેન્ટો ગ્રુપ દ્વારા અને 250નો પીએમ કેરમાંથી તો 500નો ધારાસભ્ય વાસણભાઇ આહીરની ગ્રાન્ટમાંથી સ્થપાયો છે.ગાંધીધામની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 250નો’ ડીપીટી દ્વારા, ડીપીટી ખાતે તેમના તરફથી 335, એસડીએચમાં 1000 પીએમ કેર દ્વારા, લીલાશા કુટિરમાં 500નો કાસેઝે અને 250નો કિરણ ગ્રુપે જ્યારે એસડીએચને 250નો ગુજરાત સીએસઆર દ્વારા અપાયો છે.નખત્રાણાના કડવા પાટીદાર છાત્રાલયમાં 150 અલ્ફાનર પાવર તરફથી, માંડવીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 500 પીએમ કેરમાંથી, ગઢશીશા સીએચસીમાં 250 ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી મળ્યો છે. જ્યારે જીએમએસસી સપ્લાય દ્વારા ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાવડા, મુંદરા અને પલાંસવા ખાતે 250 એલપીએમના અપાયા છે. ખાનગી પીએસએ પ્લાન્ટની વિગતો જોઇએ તો ભુજની એમએમપીજે લેવા પટેલ હોસ્પિટલ દ્વારા 1000 અને 250ના નખાયા, જ્યારે મસ્કાની એન્કરવાલા હોસ્પિટલમાં 300નો એલપીએમનો પ્લાન્ટ ઊભો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *