સુખપરના યુવક પાસેથી 12.16 લાખ પડાવવા મુદ્દે ભુજના શખ્સની ધરપકડ

Contact News Publisher

સુખપરના યુવકને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તબકાવાર 12 લાખ 16 હજાર જેટલી માતબર રકમ પડાવી લેવાના કિસ્સામાં માનકુવા પોલીસે ભુજના એક યુવકને ઝડપી પાડ્યો છે. આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ તેની સાથેના સાગરીતો અંગે પોલીસે પુછપરછ હાથ ધરી છે.

અન્ય news જોવા video ઉપર click કરો.

જુઓ ધોરણ 6 નાં વિધાર્થીની ઉદારતા…

પ્રાપ્ત વિગતો મુજબ આ કેસમાં માનકુવા પોલીસે ભુજની રાવલવાડી ખાતે રહેતા પરેશ રમેશ ગોહિલ નામના યુવકને ઝડપી લીધો છે. આરોપીએ તેમની સાથે અન્ય સભ્યો સાથે મળીને સુખપર ગામે રહેતા વિનોદભાઇ નારાણભાઇ ગોરસીયા નામના યુવકને માધાપર ખાતે એક યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. અને પૂર્વ પ્લાન મુજબ દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને પોલીસની ખોટી ઓળખ આપીને મારકુટ કરી અલગ અલગ સમયે રૂપિયા 12 લાખ 16 હજાર પડાવી લીધા હતા.

પાટણના સમી ઝીલવાણા વચ્ચે વિમલ દૂધની ગાડીને અકસ્માત નડ્યો બે ના ઘટનાસ્થળે મોત

આ અંગે વિનોદભાઇની ફરિયાદ પરથી પોલીસે ચાર મહિલા અને 4 પૂરૂષો વિરૂધ ગુનો નોંધી તપાસ તેજ કરી હતી. દરમિયાન માનકુવા પોલીસે ભુજની રાવલવાડી વિસ્તારમાં રહેતા પરેશ રમેશભાઇ ગોહિલ નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. આરોપી સાથે ચીટીંગમાં રહેલા અન્ય સભ્યોની વિગતો જાણવા રિમાન્ડની માગણી સાથે ભુજ કોર્ટમાં રજુ કર્યો હતો. અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કરતાં પોલીસે ઠગાઇના કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓનો તાગ મેળવવા અને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

અહેવાલ :

માઁ આશાપુરા ન્યુઝ,

ભુજ બ્યુરો,

Maa news live (All Social Media )

9428748643 / 9725206123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *