મોમાય માતાજીનાં પ્રાગટ્ય સ્થાન શ્રી મોરાધામ ખાતે 5 કરોડ ના ખર્ચે ભવ્ય મંદિર પુનઃ નિર્માણનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

Contact News Publisher

“માં મોમાય માતાજી નું પ્રાગટ્ય સ્થાન શ્રી મોરાધામ ખાતે મોમાય માતાજી નુ ભવ્ય મંદિર 5 કરોડ ના ખર્ચે પુનઃ નિર્માણ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. ”

“૧ કરોડ નુ દાન જાહેર કરનાર મુખ્ય દાતા શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ સમાજ રત્ન ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા સુવર્ણ મંદિર બનાવવા ની નેમ વ્યક્ત કરી હતી ”


૭૧ લાખ નુ દાન જાહેર કરનાર રાજ્ય ના પુર્વ મંત્રી શ્રી અને જામનગર ના પ્રજાપ્રિય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા (હકુભા) જાડેજા, સમગ્ર ગુજરાતને એક તાંતણે બાંધવામાં જેમનુ ખુબ મહત્વનુ યોગદાન રહ્યુ છે એવા GTPL ના સર્વેસર્વા અને ૫૧ લાખ ના દાતા શ્રી અનિરુદ્ધસિંહ નોઘુભા જાડેજા (મૂળ ભાચૂંડા અબડાસા – હાલ અમદાવાદ),

તેમજ ૫૧ લાખ ના દાતા અને આંતરરાષ્ટ્રીય રાજપુત યુવા સંઘના પ્રમુખ શ્રી પી. ટી. જાડેજા ,ધમડકાનાં યુવા ઉધોગપતિ અને જેમનુ ૫૧ લાખ નુ યોગદાન રહ્યુ છે એવા પ્રવિણસિંહ મહિપતસિંહ જાડેજા, ૫૧ લાખ ના દાતા સુધીરસિંહ બળવંતસિંહ જાડેજા ખેડોઈ અને મંજલ તરા ના શ્રી રામદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા સાથે દાતાઓ નો સત્કાર સમારંભ યોજાયો હતો.


સમગ્ર કચ્છ અને ગુજરાત ના સંતો ના સાનિધ્યમાં મા મોમાય મંદિર ના મંહતશ્રી ગંગાગીરીબાપુ ગુરુ જગદિશગીરીજી અને મુખ્ય દાતાઓ સાથે સંતો ના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ હતું, શાસ્ત્રીજી શ્રી નરેન્દ્રભાઈ દવે ના શાસ્ત્રી પદે થયેલા ખાત મુહૂર્ત બાદ વિશાળ સમીયાળા માં સમયસર હાજર હજારો ની હાજરી મા મુખ્ય દાતા શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને સૌ દાતાઓ નુ ભવ્યાતિભવ્ય સન્માન કરી રાપર તાલુકાના એક પવિત્ર અને પાવન ધામ ને રમણીય બનાવવા ની નેમ ને વધાવતા હોય એમ રાપર તાલુકાના ક્ષત્રિય રાજપુત સમાજ, રાજપુત સમાજ, રબારી સમાજ, બ્રાહ્મણ સમાજ, કોળી ઠાકોર સમાજ, ભરવાડ સમાજ,આહિર સમાજ, પટેલ સમાજ, ગૌસ્વામી સમાજ, માલી સમાજ. સાધુ સમાજ, ચારણ સમાજ, મેઘવાળ સમાજ. અને અઢારે આલમ સાથે વ્યક્તિ ગત સન્માન કરીને આદર વ્યક્ત કર્યો હતો.

પશ્ચિમ કચ્છમાં બિરાજમાન માઁ આશાપુરા અને પૂર્વ કચ્છમાં બિરાજમાન માઁ મોમાય કચ્છ ઉપર ક્યારેય આફત આવવા દીધી નથી.

અઢારે આલમ જ્યાં મસ્તક નમાવે છે એવા મહામાયા માં મોમાયના મંદિર ને સુવર્ણ મંદિર બનાવવાની મારા પિતા શ્રી વીરેન્દ્રસીહજી ની નેમ છે ૧૦૧ ફુટ લાંબા આ મંદિર ની ૬૧ ફુટ પહોળાઈ અને ૭૧ ફુટ ઉચ્ચાઈ હશે બંસીપાલ પત્થર ના બાંધકામ સાથે ચો તરફ કોતરણી અને ઉપર ૧૮૯ નાના નાના શીખરો જેને વિજય તિલક પ્રાસાદ કહે છે એ તમામ શીખરો ને શાસ્ત્રોક્ત વિધિ સાથે સુવર્ણ ઢાળ ચડાવવામાં આવશે જેમાં એક શીખર ને ઢોળ ચડાવવા માટે ચાર લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે.

મંદિર ની સાથે સાથે એક કરોડ ના ખર્ચે વિશાળ ભાગોળ નુ નિર્માણ થસે નુતન હવનકુંડ અને ૭૫૨ એકરમાં ફેલાયેલા માતાજીના દેવીસર તળાવ ને ડેવલોપ કરવામાં આવશે જેમાં વોકવે બાગ બગીચા અને દર્શનાર્થીઓને દર્શનિય લાગે એવુ શુસોભન કરવામાં આવશે તો પચ્ચાસ જેટલી દુકાનો થી ગ્રામ્ય હાટ સજ્જ બનશે.


આ પવિત્ર પ્રસંગે મુખ્ય દાતાઓ સાથે અન્ય દાતાઓ તરફથી કોઈ પણ પ્રકારની ટહેલ વગર પચ્ચાસ લાખ જેટલુ દાન જાહેર કરી ને અન્ય મોમાય માતાજી ભક્ત દાતાઓ એ પોતાની શ્રદધા ના કેન્દ્ર સમા મોમાય માતાજી ના મંદીરે નત મસ્તક થઈ ને ૧૧ લાખ ના દાતા લાલજીભાઈ ટાંક અમદાવાદ, પાંચ લાખ એકાવન હજાર ના દાતા સવજીભાઈ ચાવડા ચોબારી, પાંચ લાખ એકાવન હજાર મનશાબા જાડેજા, પાંચ લાખ ના યોગદાન સાથે ગણેશભાઈ વેલજીભાઈ,બે લાખ એકાવન હજાર નુ દાન શ્રી કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, રતનજી દલાજી ગોહિલ અને પરાક્રમસિંહજી અજીતસિંહજી જાડેજા સાથે બે લાખ એકાવન હજાર નુ યોગદાન વાઘુભા કાનજીભા જાડેજા ચીરઈ, દ્વારા અર્પણ કરાયુ હતું.


તો એક લાખ એક હજાર અશોકસિંહ ઝાલા , એક લાખ એક હજાર જયેન્દ્રસિંહ ગગુભા જાડેજા ,એક લાખ એક હજાર હમીરસિંહજી વર્ધાજી સોઢા ,એક લાખ અગીયાર હજાર, દયારામભાઈ મસુરીયા , અને એકાવન હજાર રુપિયા હેમુભા બળવંતસિંહ જાડેજા દ્વારા અપાયા હતા તો ઉતર ગુજરાત ના ધાનજ કલોલ ના લાલાભાઈ રબારી, તેમજ પચાણભાઈ આહિર દ્વારા એક લાખ સાથે નામી અનામી દાતાઓ એ અહી માતાજી ની ક્રુપા ને ઝીલી હતી

આ ભવ્ય કાર્યક્રમ ને આર્શીવચન પાઠવવા સમગ્ર કચ્છ જિલ્લા ના સંત સમાજે હાજરી આપી હતી જેમાં મંહતશ્રી કૈલાસગીરીજી કંડલા, ગંગાગીરીબાપુ રવેચી જાગીર,પ. પુ સંત શ્રી બાપુ શ્રી મોગલધામ મોગલકુળ બાપુ કબરાઉ,સુરેસગીરી બાપુ બાદરગઢ, બાબુગીરી બાપુ બોળીટીંબી અને સંતો મંહતો એ આર્શીવચન પાઠવ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનો Youtube અહેવાલ જોવા વીડિયો ઉપર ક્લિક કરો..

અહેવાલ :

ઘનશ્યામ બારોટ,

માઁ આશાપુરા ન્યુઝ,

રાપર – વાગડ બ્યુરો ,

Maa news live (All Social Media)

9725206134 / 23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *