ભારે થઇ, કચ્છની 76 ગ્રા.પં.માં સરપંચ નહીં વહીવટદાર હશે

Contact News Publisher

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગાજતી હોવાથી રાજ્યનું ચૂંટણી તંત્ર વિધાનસભાની ચૂંટણી માટેની કામગીરીમાં પરોવાઇ જતાં ચાલુ મહીને એપ્રિલમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોની મુદત પુરી થતી હોવાથી એ ભૂલાઇ જતાં કચ્છની 76 ગ્રામ પંચાયત પણ ભૂલનો ભોગ બની ગઇ હોવાનું બહાર આવ્યું છે ને આ તમામ સ્થળે નવા ગ્રામ્ય સુકાનીના બદલે વહીવટદારની નિમણુંક થઇ શકે છે.

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છની 76 ગ્રામ પંચાયતની મુદત ચાલુ એપ્રિલ માસમાં મુદત પુરી થતી હોવાથી આ 76 ગામોના નવા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું જોઇએ પરંતુ હજુ સુધી નહીં પડતા ખુદ કચ્છ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના નિયમો પ્રમાણે મુદત પુરી થાય એ પહેલા દોઢ મહિનો આગળ જાહેરનામું બહાર પડી જવું જોઇએ. રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જાહેરનામું બહાર પડે સાથે – સાથે ગ્રામ પંચાયતના સરપંચ તથા વોર્ડના સભ્યોના રોટેશન પણ જાહેર થતા હોય છે પરંતુ હવે તો ચાલુ મહિને મુદત પુરી થાય છે છતાં કોઇ જ પ્રક્રિયા આરંભાઇ નથી. જિલ્લા ચૂંટણી તંત્રના નાયબ મામલતદાર આશાબેન જોશી અને નીતિનસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે માહિતી આપી કે સામાન્ય ગ્રામ પંચાયતની મુદત 76 સ્થળે પુરી થાય છે જ્યારે 2 વિભાજીત ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.

હજુ સુધી કોઇ સૂચના કે જાહેરનામું બહાર પડયું નથી, કોઇ નિર્દેશ ન મળે ત્યાં સુધી ચૂંટણીની કામગીરી થતી નથી અને કચ્છ નહીં આખા રાજ્યમાં ચૂંટણી કરવાની હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના જિલ્લાના અધિકારી અધિક કલેકટર હનુવંતસિંહ જાડેજાને પુછતાં તેમણે કહ્યું કે અમે રાહ જોઇએ છીએ જો ચૂંટણી જાહેર ન થાય તો સ્વાભાવિકે વહીવટદાર નિમવા પડે. પરંતુ સુત્રો કહે છે કે દોઢ મહિનાની જો આગળથી’ જાહેરનામું -રોટેશન જાહેર થતા હોય તો હવે એપ્રિલના 23 દિવસ બાકી છે એ સમયગાળામાં 76 ગ્રામ પંચાયતની એકી સાથે ચૂંટણી શકય નથી. રાજ્ય ચૂંટણી આયોગના કોઇ નિર્દેશ નહીં મળવાના કારણે 76 ગ્રામ પંચાયતમાં નવા સરપંચ નસીબ નહીં થાય વહીવટદારની નિમણુંક કરવી પડશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગાજતી હોવાથી રાજ્યનું ચૂંટણી તંત્ર વિધાનસભાની ચૂંટણી માટેની કામગીરીમાં પરોવાઇ જતાં ચાલુ મહીને એપ્રિલમાં ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યોની મુદત પુરી થતી હોવાથી એ ભૂલાઇ જતાં કચ્છની 76 ગ્રામ પંચાયત પણ ભૂલનો ભોગ બની ગઇ હોવાનું બહાર આવ્યું છે ને આ તમામ સ્થળે નવા ગ્રામ્ય સુકાનીના બદલે વહીવટદારની નિમણુંક થઇશકે છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે કચ્છની 76 ગ્રામ પંચાયતની મુદત ચાલુ એપ્રિલ માસમાં મુદત પુરી થતી હોવાથી આ 76 ગામોના નવા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવું જોઇએ પરંતુ હજુ સુધી નહીં પડતા ખુદ કચ્છ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ મુંઝવણમાં મુકાઇ ગયું છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીના નિયમો પ્રમાણે મુદત પુરી થાય એ પહેલા દોઢ મહિનો આગળ જાહેરનામું બહાર પડી જવું જોઇએ. રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જાહેરનામું બહાર પડે સાથે – સાથે ગ્રામ પંચાયતના સરપંચ તથા વોર્ડના સભ્યોના રોટેશન પણ જાહેર થતા હોય છે પરંતુ હવે તો ચાલુ મહિને મુદત પુરી થાય છે છતાં કોઇ જ પ્રક્રિયા આરંભાઇ નથી. જિલ્લા ચૂંટણી તંત્રના નાયબ મામલતદાર આશાબેન જોશી અને નીતિનસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે માહિતી આપી કે સામાન્ય ગ્રામ પંચાયતની મુદત 76 સ્થળે પુરી થાય છે જ્યારે 2 વિભાજીત ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. હજુ સુધી કોઇ સૂચના કે જાહેરનામું બહાર પડયું નથી, કોઇ નિર્દેશ ન મળે ત્યાં સુધી ચૂંટણીની કામગીરી થતી નથી અને કચ્છ નહીં આખા રાજ્યમાં ચૂંટણી કરવાની હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના જિલ્લાના અધિકારી અધિક કલેકટર હનુવંતસિંહ જાડેજાને પુછતાં તેમણે કહ્યું કે અમે રાહ જોઇએ છીએ જો ચૂંટણી જાહેર ન થાય તો સ્વાભાવિકે વહીવટદાર નિમવા પડે. પરંતુ સુત્રો કહે છે કે દોઢ મહિનાની જો આગળથી જાહેરનામું -રોટેશન જાહેર થતા હોય તો હવે એપ્રિલના 23 દિવસ બાકી છે એ સમયગાળામાં 76 ગ્રામ પંચાયતની એકી સાથે ચૂંટણી શકય નથી. રાજ્ય ચૂંટણી આયોગના કોઇ નિર્દેશ નહીં મળવાના કારણે 76 ગ્રામ પંચાયતમાં નવા સરપંચ નસીબ નહીં થાય વહીવટદારની નિમણુંક કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *