લોકોની લાગણી છે કે આ કાયદો રદ થવો જોઇએ તે વાતમાં ગુજરાત સરકાર સકારાત્મક રહેશે અને કાયદો રદ કરશે તેવો મને વિશ્વાસ છે:– સી.આર.પાટીલ

Contact News Publisher

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આજે સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રખડતા ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં જણાવ્યું હતું કે, શહેરોમાં રખડતા ઢોરોને કારણે કેટલાક અકસ્માત થાય છે.

રખડતા ઢોર નિયંત્રણ કાયદા મુદ્દે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ  સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધિ

ભાજપ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે , જેને આપણે ગૌ માતા તરીકે પૂજીએ છીએ તે ગૌ માતા શહેરમાં રખડતી વખતે પ્લાસ્ટીકની કોથળીઓ આરોગી છે તેનાથી તેમનું મૃત્યુ પણ થાય છે. રખડતા ઢોરોનો ત્રાસ દુર થાય અને ગૌ માતા પ્લાસ્ટીક ખાય તેનાથી તેમનું મૃત્યુ થાય તેમાંથી પણ તેમને બહાર લાવવા માટે મહાનગર પાલિકાના જે કાયદાઓ છે તે પુરતા છે. કાયદા આધારે પગલા પણ લેવાય છે અને આવા જે ઢોરો છે ,તેમને પાંજરા પોળમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં આવા પાંજરાપોળમાં રહેલા ઢોર માટે અને ગૌ શાળા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, કાયદામાં દરેક ગામડામાં પણ રહેતા વ્યકિતને ગાય રાખવા લાયસન્સ લેવું પડે તે યોગ્ય નથી તેને કદાચ કોઇ ગાય રોડ પર આવે તો તેને જેલ કે દંડ થાય તે જોગવાઇ યોગ્ય નથી અને આ માટે માલઘારી સમાજના આગેવાનો અનં સંતો પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મળીને આ કાયદાને મોકૂફ રાખવા રજૂઆત કરી હતી.

સી.આર પાટીલે વધુમાં જણાવ્યું કે, ઢોર નિયંત્રણ કાયદા મામલે મુખ્યમંત્રીએ મને પોઝિટિવ જવાબ આપ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, જો આ કાયદો રદ કરવાની બધાની લાગણી હોય તો ચોક્કસ પણે આ મુદ્દે ફેર વિચારણા કરીશું. હમણા વિઘાનસભા પૂરી થઇ છે એટલા માટે હમણા તેને સ્થગીત કરીને આવનાર વિધાનસભાના સત્રમાં આ કાયદો રદ કરવા માટે તેમણે વિશ્વાસ આપ્યો છે. મને વિશ્વાસ છે કે લોકોની લાગણી છે કે આ કાયદો રદ થવો જોઇએ તે વાતમાં ગુજરાત સરકાર સકારાત્મક રહેશે અને કાયદો રદ કરશે.

સ્ટોરી :

સંજય જાની

ગાંધીનગર

માઁ આશાપુરા ન્યુઝ

Maa News Live (All Social Media)

9725206123 – 37 (15 cug number)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News