કચ્છ: પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાના કારણે ટુર પેકેજમાં પણ ઝીંકાયો ભાવ વધારો

Contact News Publisher

છેલ્લા બે સપ્તાહથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને કારણે રોજિંદા જીવનમાં જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. આ દરમિયાન પ્રવાસન માટે જાણીતા થયેલા કચ્છમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ ટ્રાવેલ પેકેજના ભાવમાં પણ વધારો કર્યો છે. આ કારણે વેકેશનમાં કચ્છ આવવા ઈચ્છતા લોકોને ઊંચા ભાડા ચૂકવવાની ફરજ પડશે.

મે અને જુન મહિનામાં શાળા-કોલેજોમાં રજાઓ હોવાના કારણે લોકો તેમના વેકેશનનું આયોજન થોડા મહિના અગાઉથી જ કરી લે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ની ટેગલાઈન મુજબ, ગુજરાતમાં કચ્છની મુલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. સફેદ બરફની ચાદર સમાન લાગતી મીઠાથી ભરેલાસફેદ રણને જોવા દેશ-વિદેશમાંથી લોકો કચ્છમાં આવી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી, કોરોનાને કારણે પ્રવાસનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પ્રવાસીઓની અછતને કારણે ટુર અને ટ્રાવેલ્સ ઓપરેટરો સિવાય અન્ય ઘણા ધંધાઓને નુકસાન વેઠવું પડ્યું હતું. આ વર્ષે, કોરોનાના ઓછા નિયંત્રણને કારણે, આ વેપારીઓને સારા વેપારની આશા હતી.પરંતુ છેલ્લા બે અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે આ આશા ઠગારી નીવડી છે.

કચ્છના એક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકના જણાવ્યા અનુસાર છેલ્લા બે સપ્તાહમાં સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં આઠ રૂપિયાનો વધારો થયો છે. આ કારણે તેમને ટ્રાવેલ પેકેજની કિંમતમાં પણ વધારો કરવો પડ્યો છે. કચ્છમાં હાલમાં નાના વાહનોનું ભાડું વધારીને પ્રતિ કિલોમીટર રૂ. 12 જ્યારે મોટા વાહનોનું ભાડું રૂ. 16 પ્રતિ લીટર કરવામાં આવ્યું છે. તો સાથે સાથે ટ્રાન્સપોર્ટ, હોટલ સહિતના ટ્રાવેલ પેકેજમાં 12 થી 15 ટકાનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *