૧લી મેથી માતાના મઢ ખાતેથી એકતા યાત્રાનો પ્રારંભ કરાશે

Contact News Publisher

રાજપુત કરણી સેના દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આગામી ૧ મેના માતાના મઢ ખાતેાથી પ્રસૃથાન કરવામાં આવશે તેવું રાજપુત કરણી સેના દ્વારા જણાવાયું હતું.

આ અંગેની વધુ વિગતો મુજબ આ ભવ્ય એકતા યાત્રાનું સોમનાથ મંદિર ખાતે સન્માન કરવામાં આવશે. કુલ ૧૭૦૦ કિ.મી. યોજાનારી યાત્રામાં ૩૦૦ ગાડીઓનો કાફલો અને અંદાજીત બે હજાર લોકો જોડાશે. એકતા યાત્રા થકી સમાજમાં એકતા વાધે તાથા સમાજમાં કુરિવાજ પ્રાથા દૂર થાય તેવો મુખ્ય ઉદેશ્ય હોવાનું જણાવી ઉમેર્યું હતું કે રાજકીય રીતે ક્ષત્રિય સમાજને અન્યાય થઈ રહ્યો છે હાલમાં ગુજરાત ક્ષત્રિય સમાજના ધારાસભ્ય ૧પ બેઠક એવી છે જેના પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે.

આગામી દિવસોમાં ભાજપ, કોંગ્રેેસ સહિત અન્ય રાજકીય પાર્ટી સાથે મુલાકાત કરવામાં આવશે જેમાં મુખ્યત્વે ક્ષત્રિય સમાજને રાજકીય રીતે મહત્વ આપવાની માગ કરવામાં આવશે. રાજકીય પાર્ટીઓ ક્ષત્રિય સમાજનું મહત્વ નહીં સમજે તો એ વિસ્તારમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ તકે રાજપુત કરણી સેનાના રાજ્યકક્ષાના અને જિલ્લા કક્ષાના આગેવાનો ઉપસિૃથત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *